તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ગુંદલાવ પરણાવેલી તેનની બે બહેનોને ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદ

બારડોલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાસરિયાને સમજાવવા પ્રયત્ન કર્યા પણ તેઓ વહુ પરત લઇ જવા તૈયાર ન થયા

બારડોલી નજીક તેન ગામમાં રહેતા એક પરિવારની બે દીકરીઓ વલસાડ ખાતે પરણાવવામાં આવી હતી પરંતુ સાસરિયાઓ દ્વારા નજીવી બાબતે બહેનોને મારઝૂડ કરવામાં આવતા આખરે તેઓ પિતાના ઘરે આવી ગયા હતા અને સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મળેલ વિગત પ્રમાણે બારડોલી નજીક આવેલ તેન ગામમાં હાલમાં પિતાના ઘરે રહેતા નયનાબહેન દિનેશભાઇ પરમારે મહિલા પોલીસ મથકે પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ લખાવી હતી.તેમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી નયનાબેનના લગ્ન ગુંદલાવ તા.વલસાડ ખાતે રહેતા દિનેશભાઇ બળવંતભાઇ પરમાર સાથે થયા હતા જ્યારે તેમની બહેન ચંદાબહેન ના લગ્ન એ જ ઘરમાં પ્રકાશભાઈ પરમાર સાથે થયા હતા. લગ્નજીવનની શરૂઆતમાં તો બધું જ બરાબર હતું પરંતુ થોડા સમય બાદ જ પતિ અને સાસરિયાઓએ પોત પ્રકાશ્યું હતું. પ્રકાશભાઈ પરમાર અને દિનેશભાઇ પરમાર નજીવી બાબતે પત્નીને મારઝૂડ કરતા હતા અને ત્રાસ આપતા હતા.આ સમયે ઘરના મોભી બળવંતભાઇ કાળાભાઇએ પુત્રને સમજાવવાના બદલે તેઓ પણ તનો જ પક્ષ લેતા હતા.

આખરે બંને બહેનોને સાસરિયાઓ અને પતિનો ત્રાસ સહન ન થતાં પિતાના ઘરે તેન ગામે આવી ગયા હતા.એ પછી દીકરીના પિતાએ સામાજિક અને અન્ય રીતે વલસાડ રહેતા દીકરીના સાસરિયાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ ઘરની વહુને પરત લઇ જવા તૈયાર થયા ન હતા. આખરે નયનાબહેન પરમારે ગુંદલાવ વલસાડ રહેતા પ્રકાશભાઈ બળવંતભાઇ પરમાર,દિનેશભાઇ બળવંતભાઇ પરમાર,વિજયભાઈ બળવંતભાઇ પરમાર,લીલાબહેન બળવંતભાઇ પરમાર અને નણંદ એવાં સુનિતાબહેન રાજુભાઈ વાઘેલા સામે બારડોલી પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...