ફરિયાદ:લુવારા પંચાયતની ચૂંટણી અદાવતમાં મારી નાખવા ધમકી આપનાર 4 વિરુદ્ધ ફરિયાદ

વાંકલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અવારનવાર મળતી ધમકીઓથી કંટાળી મહિલાએ બ્લીચિંગ પી લીધુ હતુ

માંગરોળ તાલુકાના લુવારા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી અદાવતમાં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનારા ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે. આ ચૂંટણી અદાવતમાં સામસામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. લુવારા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ અને મહિનાઓ વીતી ગયા છતાં ચૂંટણીના વેર ઝેર ભુલાતા નથી. લુવારા ગામની જેનફબેન જાવીદભાઈ ખાનજીને સગપણમાં જેઠ ગણાતા જુબેર ઈસ્માઈલ સાજીએ ઘરે આવી જાવીદને હું પતાવી દઈ વિદેશ નાસી જવાનો છું અને તેની કોઈને ખબર પણ નહીં પડે એવું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ ધમકી આપવાનું મૂળ કારણ લુવારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરિયાદી જેનફબેનના પતિ જાવીદભાઈએ તેમના કાકા સસરા ઐયુબ સુલેમાન ખાનજીના સમર્થનમાં ચૂંટણી પ્રચાર પ્રસાર કરી મત આપ્યો હતો. ચૂંટણીમાં ઐયુબભાઈ ખાનજીની જીત થઈ હતી, જ્યારે જુબેર ઈસ્માઈલ સાજીએ ઈસુફભાઈ અહમદભાઈ ખાનજીને ઉભા રાખ્યા હતા.

તેમની હાર થતાં અદાવત રાખી ધમકી આપી છે તેમજ તાહિર ઈસ્માઈલ સાજીએ ફરિયાદીના ઘરના પાછળના દરવાજા તરફ ઊભા રહી જોર જોરથી બોલી ઝઘડો કરવા માટે લલકારતા હતા તેમજ ફરિયાદીના પતિ જાવીદભાઈ ગાડી લઈને જતા હતા. ત્યારે રસ્તા વચ્ચે ચાલતા મોહસીન ઈબ્રાહીમ પાંચભાયાને હોનૅ મારી સાઈડમાં હટવાનું કહેતા તેણે જાવીદભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની તેમજ જુબેર ઇસ્માઈલ સાજીના કહેવાથી વાલીયા તાલુકાના કોંઢ ગામે રહેતા ઇલ્યાસ તડકીએ જાવેદભાઈને ફોન કરી માર મારવાની અને જાન માલને નુકસાન કરવાની ધમકી આપી હતી. જુબેર ઈસ્માઈલ સાજીની ધમકીઓથી માઠું લાગી જેનફબેને કપડા સાફ કરવાનું બ્લીચિંગ પ્રવાહી જાતે જ પી લીધું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે

અન્ય સમાચારો પણ છે...