તપાસ:કડોદરામાંથી બે વિદ્યાર્થિનીઓને બે યુવાન મિત્રો ભગાડી જતાં ફરિયાદ

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બન્ને વિદ્યાર્થિની શાળાથી આવ્યા બાદ બજારમાં ગયા બાદ ગુમ

કડોદરા નગરમાં ક્રિષ્નાનગર ખાતે રહેતા બે પરપ્રાંતીય પરિવારની સગીર દીકરી શાળાએથી આવ્યા બાદ સામે રહેતા બે યુવાનો સાથે ભાગી જતા દીકરીના બાપે બંને યુવાન વિરુદ્ધ ફરિયાદ આપી હતી.કડોદરા રહેતા પરિવારની દીકરી અંજના (નામ બદલેલ છે) જે નજીકમાં આવેલી શાળામાં અભ્યાસ કરતી હતી. 31 તારીખના રોજ સગીરાનો પરિવાર ઘરે હાજર હતો ત્યારે સગીરા ઘર બહાર નીકળી હતી, જે બાદ મોડે સુધી ઘરે ન આવતા પરિવારે શોધખોળ કરી હતી, જે દરમિયાન જાણવા મળ્યું હતું કે બિલ્ડીંગમાં રહેતી અને તેની સાથે ભણતી વિદ્યાર્થિની શકુંતલા (નામ બદલેલ છે) તેની સાથે તેઓ બજાર ગઈ છે.

જોકે, બંને પરિવારે બજારમાં તપાસ કરતા બંને સગીરા મળી ન હતી તેમજ બિલ્ડીંગના સી.સી.ટી.વી.ફૂટેજ ચેક કરતા બંને સાથે બહાર ગઈ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ જાણવા મળ્યું હતું કે સગીરા અંજના આલોક રણધીર પાસવાન સાથે વાતચીત કરતી હતી તેમજ શકુંતલા અને રિતેશ રાજનાથ રાય સાથે વાત કરતી હતી જેથી બંને પરિવારે યુવાનોના ઘરે તપાસ કરતા ઘરે મળી નહીં આવ્યા હતા. જેથી બંને સગીરાને બંને યુવાનો લલચાવી વાલીપણામાંથી અપહરણ કરી ગયાની પોલીસ ફરિયાદ દીકરીના પિતાએ યુવાનો વિરુદ્ધ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...