ઓનલાઈન નોંધણી:સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદીનો પ્રારંભ

બારડોલી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2થી 31 માર્ચ દરમિયાન ઓનલાઈન નોંધણી કરાવી શકાશે

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે 2022-23માં રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે પ્રતિ ક્વિન્ટલ રૂ. 2015 (પ્રતિ મણ 403)ના ભાવથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવનાર છે. જેથી તા.02/03/2022 થી તા 31/03/2022 સુધી સમગ્ર રાજ્યમાં લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ પુરવઠાના ગોડાઉન ખાતે કરવામાં આવશે.

નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7-12, 8-અની નકલ, ગામ નમુના 12માં પાક વાવણી અને એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવી. ઓનલાઇન નોંધણી ફરજિયાત હોવાથી ગ્રામપંચાયત, તાલુકા કક્ષાએ પુરવઠા ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવી. મુશ્કેલી જણાય તો 8511171719 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...