તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુપાલકોને લાભ:ઓલપાડના સેલુત ગામે પશુવિકાસ કેન્દ્રનો પ્રારંભ

બારડોલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7થી વધુ ગામના પશુપાલકોને લાભ

ઓલપાડ તાલુકાના સેલુત ગામ ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા પુરસ્કૃત અને પશુપાલન ક્ષેત્રે કામગીરી કરતી જાણીતી સંસ્થા બાયફ દ્વારા સંચાલિત પશુવિકાસ કેન્દ્રનો શુભારંભ થયો હતો. આ કેન્દ્ર થકી સેલુત, આડમોર, ડભારી, કુદીયાણા, નરથાણ, છીણી, લવાછા અને વેલુકના પશુપાલકોને કૃત્રિમ બીજદાન સહિતની સુવિધા મળી રહેશે.

જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડો. કે.એસ.મોદીએ પશુપાલન વ્યવસાય કરતા પરિવારો માટે વિવિધ સરકારી યોજનાઓની માહિતી અને યોજનાનો લાભ મેળવવા માટે શું કરવું જોઈએ તેની વિગતે જાણકારી આપી હતી. નાયબ પશુપાલન નિયામક ડો. એચ એમ પાટીદાર દ્વારા પશુ માવજતનું મહત્વ સમજાવી ખેડૂતોને ગામે ગામ શિબિર યોજી માહિતગાર કરવા જણાવ્યું હતું. મિહિરકુમાર કર, બાયફના ગુજરાતના ચીફ કોઓર્ડીનેટર જયંતિ મોરી, ડી. કે. પટેલ, ઓલપાડ તાલુકાના પંચાયત કારોબારીના અધ્યક્ષ મુકેશ પટેલ, કૂદીયાણા સિદ્ધ સોમેશ્વર દૂધ મંડળીના ચેરમેન ધર્મેશ આહીરે ઉદબોધન કર્યા હતા. 2017થી બરબોધન આસપાસના 15 ગામોમાં પશુવિકાસ કેન્દ્રની શરૂઆત કરી હતી.

પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોને કૃત્રિમ બીજદાન, રસીકરણ કેમ્પ, પાડી વાછરડી ઉછેર કાર્યક્રમ, ઘાસચારાના પ્રદર્શન, ચાફકટરની સુવિધા સાથે તાલીમ અને પ્રવાસનું આયોજન કરી પશુપાલનનો વ્યવસાય નફાકારક બને તે માટેના પ્રયત્નો સતત કરવામાં આવી રહ્યા છે. ઓલપાડ અને ચોર્યાસી કાંઠા વિસ્તારના હજીરાથી લઈ કુદીયાણા સુધી 31 ગામના પશુપાલકો માટે આ પ્રકલ્પ આશીર્વાદ રૂપ સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...