બેઠક:સી.એમ. તેમજ મહત્વના કેબિનેટમાં આદિવાસીને સ્થાન આપવા રજૂઆત

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતની બારડોલીમાં યોજાયેલી બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે ત્યારે આદિવાસી બેઠકો તેમજ આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠકો પર આદિવાસીઓએ મતદાન કરી 27 જેટલા ધારાસભ્યોએ વિધાન સભામાં મોકલ્યા છે ત્યારે આદિવાસી સમાજના ધારાસભ્યને કોઈ સરકારના મહત્વના કેબિનેટમાં સ્થાન આપવામાં આવતું નથી તો આ વખતે આદિવાસી સમાજને સરકારમાં યોગ્ય સ્થાન મળે એવી રજૂઆત સાથે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના નેજા હેઠળ આદિવાસી આગેવાનોએ બારડોલી સર્કિટ હાઉસમાં પત્રકાર પરિસદ યોજી સમાજની માંગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

સમસ્ત ગુજરાત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયાએ જણાવ્યું કે આદિવાસી સમાજના મુખ્ય મંત્રી 27 વર્ષ પહેલા બન્યા હતા ત્યાર બાદ આજસુધી આદિવાસી સીએમ બન્યા નથી ત્યારે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા તેમજ રાજકીય અનુભવ ધરાવતા ઘણા ધારાસભ્યો ચુટાયા છે તો આદિવાસી મુખ્ય મંત્રી બને એવી રજૂઆત સાથે સરકારના મહત્વના ખાતાઓ સમાજને સ્થાન આપવામાં આવે એવી રજૂઆત કરી છે વધુમાં જણાવ્યુ કે આદિવાસી સમાજનું ડેલિગેશન ભાજપના મોવડી મંડળને મળી આ બાબતે રજૂઆત કરવાની તૈયારી બતાવી છે. આદિવાસી સમાજે યોજેલ પત્રકાર પરિષદમાં ડી.ઝેડ પટેલ, ગુલાબભાઈ પટેલ, નરેનભાઈ ચૌધરી, દેવુભાઈ ચૌધરી સહિતના આદિવાસી આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...