માંડવી તાલુકાના પુના ગામે આવેલ જિલ્લા પંચાયત હસ્તક પ્રાથમિક શાળાનું મકાન છેલ્લા ઘણા સમયથી ખંડેર હાલતમાં ફેરવાઈ રહ્યું છે. ત્યારે અભ્યાસ કરતા બાળકોની સલામતી બાબતે વાલીઓમાં ચિંતા સતાવી રહી છે. વર્ગ શાળાના એક માત્ર શિક્ષિકાએ સરપંચને રજૂઆત પણ કરી છે. છતાં જર્જરિત શાળા બાબતે શિક્ષણ વિભાગ આજે પણ નિંદ્રાધીન હોવાનું જણાય છે. આજે પણ બાળકોના માથે જોખમ કહી શકાય. પુના ગામની ધોરણ 1થી 4માં હાલતમાં દશ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે, પરંતુ સરસ્વતી ધામની સ્થિતિ હાલમાં અત્યંત ખંડેર સ્થિતિમાં ફેરવાય રહી છે.
છત તૂટવા ઉપરાંત દીવાલોમાં પણ તિરાડો પડવા લાગી છે. ત્યારે નાના ભૂલકાઓને માથે જાણે મોત ઝઝૂમી રહ્યું છે. વર્ગ શાળાના એકમાત્ર શિક્ષિકાએ સરપંચને બાળકોને હાલની કડકડતી ઠંડીમાં ઓટલા પર બેસાડી શિક્ષણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગરીબ પરિવારના બાળકોને મળતું પાયાનું શિક્ષણ ભયના ઓથા હેઠળ લેવાતા બાળમાનસ ભય સવાર થવાની દહેશત પણ રહી છે. ત્યારે તંત્ર દ્વારા તાકીદે કોઈ વિકલ્પ શોધી બાળકોની સુરક્ષા સલામતીના પગલાં લેવાય એવી માગ ઉઠી છે.
શાળાના મકાનના છતના નળિયા તૂટી પડી રહ્યા છે
વર્ગશાળાની ખંડેર હાલત થઈ રહી છે. શાળાનું મકાનના છતના નળિયા તૂટી પડી રહ્યા છે તથા શૌચાલય પણ યોગ્ય ન હોય, કમ્પાઉન્ડ દીવાલ તથા રસોડાનો શેડ પણ યોગ્ય ન હોવાથી બાળકોને હાલમાં ઓટલા પર બેસાડી શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. શિક્ષણ અગ્રણીને મૌખિક તથા ગ્રામપંચાયતને લેખિતમાં જાણ કરી છે.
આ અંગેની જાણ તાલુકામાં કરવામાં આવી છે
પુના વર્ગ શાળાના શિક્ષિકા બહેન દ્વારા શાળાના બારી બારણા તથા દીવાલો સહિતની જર્જરિતાની લેખિત રજૂઆત મળી છે. જે અંગેની જાણ તાલુકામાં કરવામાં આવી છે. પ્રશ્નના નિકારણ માટે યોગ્ય નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહેન્દ્રભાઈ ચૌધરી (સરપંચ, પુના ગ્રામ પંચાયત)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.