સફાઇની માગ:બારડોલીમાં ઉડતી ધૂળની ડમરીઓથી નગરજનો ત્રસ્ત ને... પાલિકાનું સ્વિપર મશીન ગોડાઉનમાં ધૂળ ખાય છે

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સફાઇની માગ| બારડોલી નગરના માર્ગ ડસ્ટ ફ્રી બનાવવાના પાલિકાના વચનોની પોલ ખુલી

બારડોલી નગરજનો માટે પાલિકાના પૂર્વ શાસકોએ નગરના માર્ગો ડસ્ટ ફ્રીનું સ્વપ્ન સાથે આયોજન કરીને કામગીરી કરી હતી. પરંતુ ત્યારબાદ નવા શાસકો સત્તામાં આવતાની સાથે જ અગાઉના પ્લાનીગને ફોલો કરી શકતા નથી. પરિણામે નગરજનોને બતાવેલા સ્વપ્નો તોડવામાં આવતા હોય છે.

હાલ દેવદિવાળી પર્વ હોવા છતાં માર્ગની સફાઈ કામગીરી યોગ્ય થતી નથી. મહત્વનો ગણાતો ગાંધીરોડ માર્ગ પર સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. ડીવાઈડરને અડીને ધૂળના થર જોવા મળે છે. પાલિકા પાસે ધૂળ સાફ કરવા માટેનું રોડ સ્વિપર મશીન હોવા છતાં, ગોડાઉનમાંથી કાઢવાની તસદી ઉઠાવી શક્યા નથી.

પાલિકાના શાસકો નિષ્ક્રિય જણાયા છે. બારડોલી નગરમાં દેવદિવાળીના તહેવારના દિવસોમાં ઉત્સવ જેવો માહોલ છે. આવા સંજોગોમાં નગરપાલિકા નગરના ગાંધીરોડ પર યોગ્ય સફાઈ નહી કરાવી શકતા લોકોમાં રોષ ઉઠી રહ્યો છે. ગાંધીરોડ નગરનો મહત્વનો માર્ગ છે. છતાં પાલિકાના શાસકોએ યોગ્ય સફાઈ કરાવવામાં નિષ્ક્રિય જણાયા છે.

પાલિકા પાસે ધૂળ સફાઈ કરવા માટે રોડ સ્વિપર મશીન હોવા છતાં વર્ષમાં એક વખત દર્શન દુર્લભ છે. ત્યારે નગરજનોએ ડસ્ટ ફ્રી રોડની આશા રાખી શકે ખરા ? જેવા પ્રશ્ન પણ ઉદભવી રહ્યા છે. તહેવાર હોવા છતાં જો, માર્ગની સફાઈ યોગ્ય નહી કરાવી શકતા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...