ધરપકડ:ડોંબીવલીથી અપહરણ થયેલા બાળકને કુડસદથી છોડાવાયો, 5 પકડાયા

કિમ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોંબીવલીથી અપહરણ થયેલા બાળકને કુડસદથી છોડાવાયો, 5 પકડાયા

મહારાષ્ટ્ના ડોંબીવલીથી અપહરણ થયેલ 12 વર્ષીય રુદ્રને ઓલપાડના કુડસદ ખાતે આવેલા જલારામ રેસિડેન્સીમાં શોધી કાઢી બાળકને માતા પિતાને સોંપી પાંચ જેટલા અપરણકર્તા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.રંજીત મોમેંન્દ્રનો પુત્ર રુદ્ર (ઉ.વ 12) રહે,મધુવન બંગલો, મિલાપનગર, ડોંબીવલી, મુંબઈ ખાતે રહે છે.

જે તા-9/11/2022 ના રોજ મુંબઈ ખાતે આવેલ મિનાસ એકેડેમી, ડોંબીવલ્લી ખાતે આવેલ ટયુશન પર ગયો હતો. જ્યાંથી તે પરત ન ફરતા થોડા સમય બાદ પરિવાર પર ફોન કરી ‘આપકા લડકા હમારે પાસ હે આપકા બચ્ચા ચાહિયે તો એક કરોડ રૂપિયે કા ઇંતેજામ કરો વરના બચ્ચે કો જાન સે માર દેગે” આવા પ્રકારનો કોલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો.

ત્યારે પરિવારે આખી ઘટના ડોબીવલ્લી પોલીસને કરતા ડોંબી વલ્લી પોલીસે ઇપીકો કલમ 363,364 (અ)385 મુજબ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.તમહારાષ્ટ્ર ડોંબીવલ્લી પોલીસે સફેદ કારમાં બાળકનું અપહરણ કરી લઈ જતા પીછો કરતા પાલઘર ખાતે કાર મૂકી ટેમ્પો દ્વારા ગુજરાત ના સુરત તરફ લઈ જતા હોવાની માહિતી ટેલિફોન નમ્બર ટ્રેસ કરી,સીસીટીવી ચેક કરતા પોલીસને મળી હતી.

ત્યારે ડોંબીવલ્લી પોલીસ તેમજ સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ કીમ દ્વારા સંયુક્ત ઓપરેશન ગોઠવતા કુડસદ ખાતે આવેલ જલારામ રેસિડેન્સીના રૂમ નંબર 28 માં અપહરણ થયેલ બાળક મળી આવ્યું હતું તેમજ પોલીસે આરોપીઓને ઝડપી પાડી અપહરણ થયેલ 12 વર્ષીય બાળકને શોધી સહી સલામત પરિવારને સોંપતા પરિવારમાં રાહત સાથે હર્ષના આંસુ છલકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...