ઉકેલ જરૂરી:બારડોલી તાલુકામાં 1 તલાટી પાસે 5 પંચાયત સુધીનો ચાર્જ, કામો અટવાતા ગ્રામજનોમાં રોષ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક ગામોમાં સપ્તાહમાં એકવાર પણ તલાટી હાજર નહી રહેતા મુશ્કેલી

બારડોલી તાલુકાનાં 86 ગામો વચ્ચે આવેલ 76 ગ્રામપંચાયતમાં અડધા ગામો એટલે કે 37 જેટલા ગામોમાં તલાટી જ આથી જેથી તાલુકાની મોટી ગ્રામપંચાયતને બાદ કરી એક તલાટીએ 1 થી વધુ ગામનો ચાર્જ આપવામાં આવ્યો છે. તો તાલુકાનાં ત્રણથી વધુ તલાટીને 4 થી 5 ગ્રામપંચાયતનો ચાર્જ આપવામાં આવ્યો છે.

હાલમાં જ 24 એપ્રિલના રોજ પ્રધાન મંત્રીએ પંચાયતી રાજ દિવાસી ઉજવણી પ્રસંગે રાજ્ય ભરમાં સવારે 11 કલાકે ખાસ ગ્રામ સભાનું આયોજન કરાયું જેમાં બારડોલી તાલુકાની 37 ગ્રામપંચાયતમાં તલાટીના અભાવના લીધે શાળાના મુખ્ય શિક્ષકોને ગ્રામ સભાની જવાબદારી સોપવામાં આવી હતી જે શિક્ષકોને પંચાયતી રાજનો કોઈ અનુભવ જ નથી એવા પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષકોને ગ્રામ સહાઉ આયોજા કારવાઈ જવાબદારી આપવામાં આવતા તાલુકાના અમુક ગામોમાં નાના મોટા છમકલાઓ પણ થયા હતા તો તાલુકાની એક ગ્રામપંચાયતમાં સભા બરખાસ્ત પણ કરવામાં આવી હતી.

છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા તાલુકામાં તલાટીઓના આભાવે લોકોએ હાલાકી થઈ રહી છે હાલ વિધ્યાર્થીઓને એડમિશન માટે પણ જાતિ તેમજ આવકના દાખલાની જરૂર હોય છે તેવા સમયે ગામમાં તલાટી જ હાજર ન રહેવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ 5 ગામની વચ્ચે હાલ માત્ર 1 જ તલાટી
બારડોલી તાલુકાનાં વઢવાણિયા, નસુરા, મસાડ, ઝારીમોરા અને રજવાડ ગામ વચ્ચે 1 તલાટી છે તો તાલુકા ખડ છીત્રા ગામાં તલાટીને પણ અન્ય 4 ગામોનો ચાર્જ આપવામાં આવ્યો છે, જ્યારે તાલુકાનાં ઘણા તલાટીઓને 2થી વધુ ગામોમાં ચાર્જ આપવામાં આવતા લોકોના સમય સરકામો થતાં નથી અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

ટૂંક સમયમાં તલાટીઓની ભરતી પ્રક્રિયા શરૂ થશે - આગામી સમયમાં તલાટીઓની ભરતી માટે પરીક્ષા યોજાનાર છે. બાદ થોડા સમયમાં તલાટીઓની ભરતી થશે ત્યારે દરેક તાલુકાઓમાં તલાટીની ઘટની સમસ્યાઓ સુખદ અંત ટૂક સમયમાં આવવાની આશા છે.

અન્ય સમાચારો પણ છે...