ઓચિંતા કારમાં આગ ભભૂકી ઉઠી:બારડોલીમાં પાર્ક કરેલી કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ; ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો, સદનસીબે કોઈ જાનહાની નહીં

બારડોલી2 મહિનો પહેલા

બારડોલીના ધુલિયા ચાર રસ્તા નજીક પાર્ક કરેલી કારમાં આગળના ભાગે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જોકે આગના કારણે ગાડીમાં ભારે નુકશાની થવા પામી છે.

ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ, બારડોલીના ધુલિયા ચાર રસ્તા ખાતે આવેલા પરિશ્રમ પાર્કમાં શિવ એગ્રો નામની દુકાન ચલાવતા શિવ કિરીટ પટેલ કે જેઓએ આજરોજ સવારના સમયે દુકાન નજીક પોતાની કિયા કાર પાર્ક કરી હતી. જે કારના આગળના એટલે કે એન્જિનના ભાગે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ભડકે બળી રહેલી કારને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાના પગલે ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

અન્ય સમાચારો પણ છે...