તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:16થી 18 મે દરમિયાન પવનની સાથે હળવા વરસાદની શક્યતા

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લો પ્રેશર સિસ્ટમ સક્રીય થતાં વાતાવરણમાં પલટો

અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમને કારણે સુરત જિલ્લાના હવામાનમાંપલટો આવ્યો છે. દિવસ દરમિયાન વાદળછાયું વાતવરણ રહ્યું હતું. પવન ફૂંકાયો હતો. જ્યારે આવનારા દિવસોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા કૃષિ વિગ્ાન કેન્દ્ર દ્વારા જણાવવામાં આવી છે. ભારત મૌસમ વિભાગની આગાહી મુજબ, હાલમાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલ વાવાઝોડાની અસરથી આગામી 24 કલાક સુધીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આ અરબી સમુદ્રમાં સર્જયેલ સિસ્ટમ ઉત્તર- ઉત્તરપૂર્વીય દિશા તરફ આગળ વધવાની શક્યતા.

આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આકાશ વાદળછાયું રહેવાની સંભાવના તેમજ પવનની ગતિ વધવાની સંભાવના. દક્ષિણ ગુજરાતમાં તારીખ 16 મે અને 18 મેના રોજ સુરત જિલ્લામાં અમુક ક્ષેત્રોમાં હળવા વરસાદની આગાહી. તે ઉપરાંત તારીખ 16 મે અને 17 મે ના રોજ રાત્રિ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. હાલમાં સર્જાયેલ વાવાઝોડાની સ્થિતિને કારણે વધુ ઝડપથી પવનો 9થી 26 કિમીની ઝડપે ફૂકાવાની શક્યતા, તેના કારણે શેરડીના પાક ઢળી ના પડે તે માટે તકેદારી રાખવી. તે ઉપરાંત તારીખ 16 અને 18 મે ના રોજ સુરત જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે.

અન્ય સમાચારો પણ છે...