હવામાન:જિલ્લામાં આગામી 5 દિવસ હળવા વરસાદની શક્યતા

બારડોલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પવનની ગતિ 14થી 16 કિમીની વચ્ચે રહેશે

ગરમીને કારણે લોકો અકળાઈ રહ્યાં છે હવે વરસાદની રાહ જોઈને બેઠા છે. આ વર્ષે ચોમાસુ સારુ અને વહેલું રહેવાની આગાહી બાદ ખેડૂતોએ પોતાના ખેતરો તૈયાર કરી દીધા છે. પરંતુ વરસાદ ન વરસતાં ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે સુરત જિલ્લા કૃષિ હવામાન એકમ દ્વારા આવનારા પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ સાથે અતિ હળવા વરસાદની આગાહી કરી છે.

સુરત જિલ્લા કૃષિ હવામન એકમ દ્વારા જણાવવામાં આવેલ છે કે આગામી 5 દિવસ દરમિયા વાદળછાયુ વાતાવરણ રહેશે. સાથે તાપમાનમાં કોઈ ફેરફાર રહેશે નહી. તેમજ આ દરમિયાન 14 -16 કિમીની ઝડપે દક્ષિણ પશ્ચિમી પવનની ફૂંકાશે તેમજ તારીખ ૧૧ થી ૧૩ ના રોજ છૂટી-છવાય જગ્યાઓ પર નહિવતથી અતિ હળવા વરસાદ અને મહુવા, માંગરોળ અને ઉમરપાડામાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...