હવામાન:વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે 7મી બાદ હળવા વરસાદની શક્યતા

બારડોલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં આગામી દિવસોમાં વેસ્ટન ડિસ્ટબન્સને કારણે 7મી જાન્યુઆરી બાદ હળવાથી અતિહળવા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા જાણવા મળેલ છે. તારીખ 5મી જાન્યુઆરીએ માંડવી અને માંગરોળ તાલુકામાં હળવા વરસાદની શક્યતા છે. તેમજ 7 મી જાન્યુઆરી બાદ જિલ્લામા ઘણા તાલુકામાં ક્યાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ દરમિયાન દક્ષિણ પશ્ચિમી પવનો ફૂકાશે અને તેની ગતી પણ સરેરાસ 10 કિમી પ્રતિકલાક રહેશે. સાથે સાથે ભેજનું પ્રમાણ વધશે અને ઠંડીનું પ્રમાણ પણ વધવાની શક્યતા રહેલી છે. જિલ્લામાં મહત્તમ તાપમાન 27.1 અને લઘુત્તમ તાપમાન 16.6 રહેશે. જેના કારણે જિલ્લામાં ઠંડીનો માહોલ ફરી છવાશે.

આ સાવચેતીથી પાક સુરક્ષિત રહેશે
વરસાદ પડવાની શક્યતાને કારણે નવી રોપેલ અને લામ શેરડીમાં વરસાદ પડી ગયા બાદ વરસાદના પ્રમાણને દ્યાનમાં રાખી પિયત કરવું. વાદળછાયું વાતાવરણ હોવાથી શાકભાજી અને અન્ય કાપોમાં જીવાતનું અવલોકન કરતાં રહેવું અને જો જીવાત તેની ક્ષ્મ્યમાત્રા કરતાં વધુ જણાય તો નિયંત્રણ માટે પગલાં લેવા. આંબામાં જો મધિયાનો ઉપદ્રવ હોય તો વર્ટીસિલિયમ લેકાની જેવી જૈવિક જંતુનાશક દવાનો 10 લિટરપાણીમાં 40 ગ્રામ પ્રમાણે ઉપયોગ કરવો. વરસાદ હોય ત્યારે દવાનો છંટકાવ ટાળવો.

અન્ય સમાચારો પણ છે...