બારડોલી તાલુકાનું મઢી ગામની ગણના મોટી ગ્રામ પંચાયતોમાં કરવામાં આવે છે. મઢી ગામ સાથે અનેક ગામોનો વ્યવહાર રહેલો છે. જે વેપારી મથક તરીકે પણ ઓળખાય છે. અહીં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહે છે. જેનો લાભ ઉઠાવી તસ્કરો ગુનાહિત પ્રવૃત્તીને અંજામ આપતાં હોય છે. જેને રોકવા માટે મઢી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં 16 જેટલા સ્થળો પર કેમેરાઓ લગવવામાં આવ્યા છે.
જેના કારણે ગુનાહિત પ્રવૃત્તી પર નિયંત્રણ લાવી શકાય. મઢી ગ્રામ પંચાયત દ્વારા 14માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી 12 લાખના ખર્ચે ગામમાં વિવિધ સંવેદનશીલ વિસ્તાર અને બજારમાં સીસીટીવી કેમેરા મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગામમાં અવાર નવાર બનતાં ચોરી, ચીલઝડપ, મારામારી જેવા ગુનાઓ બનતા રહે છે. જે ગુનામાં ગુનેગારોને પકડવા માટે 16 જેટલા સ્થળો પર કેમેરા લગાવી ગામને સુરક્ષિત બનાવવામાં આવ્યું છે. જે કેમેરાનો મોનીટરિંગ રૂમ મઢી ગ્રામ પંચાયતમાં રાખવામાં આવ્યો છે. કેમેરા લાગવાથી ગ્રામજનોની સલામતી વધી છે. સાથે બજારમાં થતી ચિલઝડપ કે ચોરીના ગુનાઓ અટકશે અને ગુનાના ઉકેલ માટે મદદરૂપ સાબિત થશે.
14માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી CCTV મૂકાયા
14મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી 12 લાખના ખર્ચે ગામમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. જેથી ગામમાં થતાં ગુનાઓ પર લગામ લાગશે અને આ કેમેરા ગુનાઓ ઉકેલવામાં મદદરૂપ થશે. કેમેરા લાગવાથી ગ્રામજનોની સુરક્ષા વધી છે. પુષ્પાબહેન ચૌધરી, સરપંચ, મઢી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.