ખાતમુહૂર્ત:તેન ગામે સુરુચિ વસાહતમાં સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાનાં તેન ગામે 5 લાખના ખર્ચે બનનાર સીસી રસ્તાનું ખાત મુહૂર્ત તાલુકા પંચાયતના ઉપપ્રમુખના હસ્તે કરવામાં આવ્યું તેન ગામે સુરુચિ વસાહત તરફ જતો રસ્તો બનાવવા સ્થાનિક રહીશોની વર્ષોથી માંગ હાથે જે ધ્યાને રાખી તાલુકા પંચાયત ઉપ પ્રમુખ દેવુભાઈ ચોધરી તેમજ સરપંચ રીનાબેન દ્વારા રસ્તાના નવીનીકરણ માટે ગ્રાન્ટ મેળવવા માટે અથાગ પ્રાયાસોના અંતે આખરે 5 લાખ રૂપિયા સુરીચી વસાહતમાં જવા માટે સીસી રોડ બનાવવા માટે મંજૂર કરવામાં આવતા રવિવારના રોજ ઉપ પ્રમુખ દેવુભાઈ ચૌધરી ના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેન ગામના સરપંચ રીનાબેન, ઉપ સરપંચ દિનેશભાઇ, તાલુકા પંચાયત સભ્ય દીપકભાઈ તેમજ સુરુચિ વસાહતના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...