રખડતા ઢોરો મામલે કાયદાનું શ્રેષ્ઠ ઉદાહરણ:બારડોલીની મામલતદાર કચેરીના બગીચામાં રખડતા ઢોરોના અડિંગો; કચેરીઓમાં જ કાયદા અંગે કોઈ પાલન થતું ન હોવાનું સામે આવ્યું

બારડોલી2 મહિનો પહેલા

બારડોલી મામલતદાર કચેરી ખાતે હવે રખડતા ઢોરનો કબ્જો થયો છે. બારડોલી નગર તો ઠીક, પરંતુ હવે સરકારી કચેરીઓ પણ રખડતા ઢોરોને હવાલે થઈ ગઈ છે. જેથી કચેરીનાં કેમ્પસમાં પણ ઢોરો અડિંગો જમાવીને બેસી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર રખડતા ઢોરો મામલે અનેક કાયદાઓને નિયમ બનાવી રહી છે. ત્યારે તેમની જ કચેરીઓમાં રખડતા ઢોરો અંગે કોઈ પાલન થતું ન હોવાનું સામે આવ્યું છે.

વાત છે સુરત જિલ્લાના બારડોલી મામલતદાર કચેરીની જ્યાં મામલતદાર કચેરીના કેમ્પસમાં બાગ બગીચા તો બનાવ્યા છે, પરંતુ તંત્ર પાસે તેનું ઘાસ કાપવાની પણ ફુરસદ લીધી નથી. જેને કારણે લોકોને ઉઠવા-બેસવા માટેની સુખાકારી રૂપ જગ્યામાં હવે રખડતા ઢોરોએ કબજો જમાવી દીધો છે અને વહેલી સવારથી અહીં ઢોરો અડિંગો જમાવીને બેસે છે. આ બાગની આજુબાજુથી જ રોજ બારડોલી મામલતદાર તેમજ સુશાસન અને ચુસ્ત કામગીરીની વાતો કરતા પ્રાંત અધિકારી પસાર થાય છે. પરંતુ તેઓ પણ આ દ્રશ્યની ગંભીરતા હજુ સુધી લીધી નથી.

રખડતા ઢોરો અહીં આશરો બનાવી લીધો છે. કચેરીઓમાં રોજ બારડોલી નગર તેમજ તાલુકામાંથી વિવિધ કામો અર્થે અનેકો લોકો અહીં આવે છે. પરંતુ ક્યારેક મોટી મેદની ભેગી થતાં આ ઢોરો ભાગદોડ મચાવી મૂકે છે. ત્યારે કોઈને અડફેટે લેવાની પણ દુર્ઘટનાઓ બનવાની લોકોમાં ભય સેવાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...