ભાસ્કર વિશેષ:કોબા ગામની દૂધ મંડળી દ્વારા પશુ મેળાનુ આયોજન, સભાસદોને જરૂરી માહિતી પૂરી પાડી

બારડોલી‎21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતી અને પશુપાલનમાં પણ ઝડપથી બદલાવ લાવવવો જરૂરી

બુધવારે કોબા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સુમુલ ડેરી દ્વારા આયોજિત સુમુલ સુ. ડી. કો. દૂધ ગંગા લોનના પશુ આપવા માટે કોબા ગામે પશુ મેળાનુ આયોજન સુમુલ ડેરીના ઓલપાડ તાલુકાના બોર્ડ ડાયરેક્ટર જયેશ ભાઈ એન પટેલ (દેલાડ) ના અઘ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યુ હતું.

જયેશભાઈ પટેલ કોબા મંડળીના પ્રમુખ જયંતીભાઈ તથા મંડળીના કમિટી સભ્યો સભાસદોએ પશુમેળાની મુલાકાત કરી હતી. ત્યાર બાદ સભાસદો અને વેપારીઓ સાથે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. સુમુલ ડેરી ના બોર્ડ. ડાયરેક્ટર અને પશુ મેળાના અધ્યક્ષ જયેશભાઈ એન પટેલે જણાવ્યું કે સુમુલ ડેરી અને અમુલ ડેરીની જે પ્રગતિ થઇ રહી છે અને સમય જે રીતે ઝડપથી બદલાય રહ્યો છે. તેની સાથે ખેતી અને પશુપાલનમાં પણ ઝડપથી બદલાવ લાવવવો જરૂરી છે. સુમુલ સુ ડી કો દૂધ ગંગા લોન સુમુલ ડેરી 4 ટકા અને સુ ડી કો બેન્ક સુરત 4 ટકા વ્યાજ સહાય આપી અને વગર વ્યાજે દેશમાં સૌ પ્રથમ વખત પશુપાલકોને લોન આપવાનું કાર્ય સુમુલ ડેરીએ કર્યું છે. વિદેશમાં જે હૉસ્ટેન ગાયો 40થી 50 લીટર દૂધ આપતી થઇ હતી તેવી ગાયો આજે આપણા મહુવા તાલુકામાં આપતી થઇ છે. ડાંગર તથા ઘઉંના પાકોની જે આવક થઇ છે, તેટલી આવક દૂધના ધંધામાંથી આવતી થઇ છે.

ત્યાર બાદ કોબા દૂધ મંડળીએ પશુમેળાનું જે આયોજન કર્યું તે અભિનંદનને પાત્ર હોવાનું જણાવ્યું હતું. મંડળીના પ્રમુખ જયંતીભાઈએ જણાવ્યું કે સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લામાં ચાલુ વર્ષ દરમ્યાન પ્રથમ પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સુમુલ ડેરી દ્વારા ભેંસની ખરીદી માટે 70000 અને ગાયની ખરીદી માટે 60000 સુધી લોન આપવાની જોગવાય કરી છે. સભાસદોને વીમા પ્રિમયમનો ભાર ના પડે તે માટે કોબા દૂધ મંડળી દ્વારા વીમા પ્રિમયમ ભરવાનું વિચારી રહ્યા છે. ત્યાર બાદ મંડળીની કામગીરીની માહિતી આપી હતી. ત્યાર બાદ સુમુલ ડેરીના વેટનરી વિભાગના વડા ર્ડા જાધવ દ્વારા પશુ ખરીદી અને પશુની જાત અને કેવા પ્રકારના જાનવરની ખરીદી કરવી તે વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...