તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપ્રિલમાં સંક્રમણનું સુનામી:પ્રથમ પિક કરતા કેસ 3 ગણાં થયાં, મોત પણ વધ્યાં

બારડોલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોરોનાના પ્રથમ અને બીજા પિક વચ્ચેનો તફાવત - Divya Bhaskar
કોરોનાના પ્રથમ અને બીજા પિક વચ્ચેનો તફાવત
 • પ્રથમ પિકમાં 3149 કેસ અને 54ના મોત હતા, જ્યારે બીજા પિકમાં 9687 કેસ અને 56 મોત

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણની સુનામી આવી હોય તેમ જિલ્લામાં હોસ્પિટલો ફૂલ, સ્મશાનમાં લાઈનો લાગી અને ઓક્સિઝનની અછત સર્જાઈ રહી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોરોનાનો પિક રહ્યો હતો જેની સરખામણીમાં એપ્રિલમાં આવેલ બીજા પિકમાં 300 ટકાનો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2020સપ્ટેમ્બરના પિકમાં 3149 સંક્રમીત નોંધાયા હતાં. જેની સામે 2594 લોકો સાજા થયા હતાં. જ્યારે 54 ના મોત નીપજ્યા હતાં. આ દરમિયાન રિકવરી રેટ 81 ટકા રહ્યો હતો. એપ્રિલ 2021માં બીજા પિકમાં કોરોનાની સુનામી આપી હોય તેમ અધધ 9687 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં.

જ્યારે 6747 લોકો સાજા થયા હતાં. 56 લોકોના મોત નીપજ્યા હતા. બીજા પિક કરતાં વધુ લોકોએ જીવ ગૂમાવ્યો હતો. આ પિકમાં રિકવરી રેટ 12 ટકા ઘટીને 69 ટકા પર પહોંચ્યો છે. એપ્રિલમાં જિલ્લામાં લોકોની સ્થિતિ દયનીય બની હતી. જિલ્લામાં ઓક્સીનના અભાવે કેટલાનો જીવન દીપ બુઝાયો છે. હજુ પણ સ્થિતિ કાબૂમાં આવી નથી. હજુ પણ લોકો સાવધાની ન રાખશે તો કોરોના વધુ ઘાતક થવાનો ભય યથાવત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો