સુરત જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડા સાથે છેલ્લા ત્રણ દિવસથી કેસ 50ની નજીક સ્થીર થયા છે. રવિવારે પણ નવા 50 કેસ સામે 79ને ડિસ્ચાર્જ કરાયા હતા. હાલ જિલ્લામાં 977 એક્ટિવ કેસ છે. જોકે, વધુ એક ઓલપાડના વૃદ્ધનું કોરોનામાં મોત થયું છે.
સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. રવિવારના દિવસે 50 કોરોના સંક્રમણના નવા કેશ નોંધાયા હતા. જ્યારે 79 દર્દીએ કોરોનાને હરાવતાં રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 30213 દર્દીઓએ કોરોનાને માત આપી ચુક્યા છે. જ્યારે નવા બીજા કેશ સાથે જિલ્લામાં કુલ 31,630 પર આંકડો પહોંચ્યો છે. જોકે મોતની સંખ્યામાં આજે ઘટાડો થયો છે, જિલ્લામાં ઓલપડમાં 85 વર્ષીય વૃધ્ધા કોરોનાની સારવાર બાદ મોત થયું હતું. અત્યાર સુધીમાં મોતનો આંક 470 પર પહોંચ્યો છે. જિલ્લામાં સૌથી વધુ મહુવામાં 19 કેશ નોંધાયા હતા, જ્યારે ચોર્યાસી અને ઉમરપાડામાં એક પણ કેશ નોંધાયો નથી.
શનિવારે ચોર્યાસી અને ઉમરપાડામાં કોઇ કેસ નહી
તાલુકો | આજે | કુલ |
ચોર્યાસી | 0 | 5080 |
ઓલપાડ | 8 | 4201 |
કામરેજ | 5 | 5845 |
પલસાણા | 4 | 3538 |
બારડોલી | 11 | 5033 |
તાલુકો | આજે | કુલ |
મહુવા | 19 | 2308 |
માંડવી | 1 | 2172 |
માંગરોળ | 2 | 3142 |
ઉંમરપાડા | 0 | 311 |
કુલ | 50 | 31630 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.