બેફામ કારે યુવતીને ફંગોળી:સમઠાણ નજીક કારે મોપેડને અડફેટે લીધું, નર્સ તરીકે ફરજ બજાવી લોકોના જીવ બચાવતી યુવતીને જીવન મરણ વચ્ચે ઝોલા ખાવાનો વારો

બારડોલી3 મહિનો પહેલા
  • કાર ચાલકે મોપેડને કચડી કાર શેરડીના ખેતરમાં ઉતારી દીધી
  • યુવતીને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી

બારડોલી તાલુકાના સમથાણ નજીક જોખમી વળાંકમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કારના ચાલકે મોપેડ પર આવતી મહિલાને અડફેટે લીધી હતી. કાર ચાલકે નર્સિંગમાં ફરજ બજાવતી મહિલાને અડફેટે લઈ મોપેડને કચડી કાર શેરડીના ખેતરમાં ઉતારી દીધી હતી. હાલ યુવતીની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતીને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

કારે મોપેડ ચાલક યુવતીને અડફેટે લીધી
બારડોલી તાલુકાના કડોદ ગામે દેસાઈ ફળીયામાં રહેતી 38 વર્ષીય ડિમ્પલ બાલુંભાઈ ઢીમ્મર ઘરેથી નીકળી પોતાની એક્ટિવા મોપેડ પર બેસી વરાળ ખાતે જઇ રહ્યા હતા. વરાળ પી.એચ.સીમાં નર્સ તરીકે ફરજ બજાવતા ડિમ્પલબેનની એક્ટિવા મોપેડને સમથાણ ગામ નજીક ભયજનક વળાંકમાં અકસ્માત નડ્યો હતો. સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી કાર નં. GJ-21-CB-4805ના ચાલકે મોપેડને અડફેટે લઈ કાર નીચે મોપેડને ઘસડી કાર શેરડીના ખેતરમાં ઉતારી દીધી હતી. અકસ્માતમાં 38 વર્ષીય યુવતીને તાત્કાલિક સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીની હાલત વધુ ગંભીર જણાતા તેણીને સુરતની આઈ.એન.એસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમથાણ ગામ નજીક સ્પીડ બ્રેકર મુકવાની સ્થકનિકોની માંગ
બારડોલી-કડોદ સ્ટેટ હાઇવે પર સમથાણ ગામ નજીક ભયજનક વળાંક આવેલો છે. જે સ્થળે અનેક10 અકસ્માત થયા છે અને કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે ફરી એ જ સ્થળે અકસ્માત થતાં 38 વર્ષીય યુવતી ગંભીર થઈ છે. ત્યારે સ્થાનિકો દ્વારા કંટાળી ગામ નજીક સ્પીડ બ્રેકર મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...