વિધાનસભા ચૂંટણી-2022:સુરતમાં 6 બેઠકોના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા; ઢોલ નગારા સાથે ચૂંટણી અધિકારીને ફોર્મ સુપ્રત કર્યા

બારડોલી20 દિવસ પહેલા

સુરત જિલ્લામાં આજે સવારથી અલગ અલગ પક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઢોલ નગારા અને મોટી સંખ્યામાં કાર્યકરોને રેલી સ્વરૂપે લઈ સ્થાનિક મામલતદાર કચેરી ખાતે પહોંચી પોતાના ઉમેદવારી પત્રો સુપરત કર્યા હતા.

ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું
ગુજરાતમાં ભાજપ, કોગ્રેસ તેમજ આપ દ્વારા મોટાભાગની વિધાનસભાની બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે સુરત જિલ્લાની 6 બેઠકો પર જાહેર કરાયેલા ઘણા ખરા ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. તમામ રાજકીય પક્ષો પોતાના મત વિસ્તારમાં પ્રભુત્વ જાળવવા માટે સંખ્યામાં કાર્યકરો ભેગા કરી તામજામ અને ઢોલ નગારા સાથે નીકળી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બારડોલી વિધાનસભા કોંગ્રેસના પન્નાબેન પટેલ અને આપના રાજેન્દ્ર સોલંકી, મહુવા વિધાનસભા ભાજપના મોહન ઢોડિયા, કોંગ્રેસનાં હેમાંગીની ગરાસિયા અને આપના કુંજ પટેલ, ઓલપાડ વિધાનસભા ભાજપના મુકેશ પટેલ અને કોંગ્રેસના દર્શન નાયક, માંગરોલ વિધાનસભા ભાજપના ગણપતસિંહ વસાવા, માંડવી વિધાનસભા કોંગ્રેસના આનંદ ચૌધરી અને આપના સાયનાબેન ગામીતે સમર્થકો સાથે મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...