અભિયાન:માંડવી વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સાથેનુંં ઘર્ષણ ઓછું કરવા અભિયાન

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વન્યપ્રાણી અને માનવ વચ્ચે ઘર્ષણ ઓછું કરવા સમજ અપાય. - Divya Bhaskar
વન્યપ્રાણી અને માનવ વચ્ચે ઘર્ષણ ઓછું કરવા સમજ અપાય.

માંડવી દક્ષિણ રેંજમાં શેરડીની કાપણી વખતે વન્ય પ્રાણી અને માનવ વચ્ચે થતાં ઘર્ષણને ઓછું કરવાના ઉદ્દેશ્યથી માંડવી દક્ષિણ રેંજના આર.એફ.ઓ ઉપેન્દ્ર ડી. રાઉલજીની અધ્યક્ષતામાં યોજાયેલી મિટિંગમાં રેંજના તમામ ફોરેસ્ટરો, બીટગાર્ડ અને અન્ય સ્ટાફ સાથે ચર્ચા કરી લોકજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે.

આ આયોજન એક અઠવાડિયા પૂરતું માંડવી તાલુકાના સંવેદનશીલ વિસ્તારો જેવા કે ખોડંબા, મધરકુઇ, પાતલ જેવાં ગામડાઓમાં વન્ય પ્રાણી અને માનવો વચ્ચે થતાં ઘર્ષણ અટકાવવા માટે હાથ ધરવામાં આવેલ છે આજ રોજ પાતલ અને મધરકુઈ ગામે ખોડંમ્બા રાઉન્ડના ફોરેસ્ટર નેહાબેન આઇ ચૌધરી રા.ફો. ખોન્ડબા-૨, બાલુભાઈ જી. ચૌધરી રા.ફો. ખોન્ડબા-1 તથા બીટગાર્ડ ઉષાબેન એન. ચૌધરી બીટ ગાર્ડ પાતલ, પ્રીતિબેન જે.ચૌધરી બીટગાર્ડ દાદાકુઈ, ભારતી બેન એમ. વસાવા બીટગાર્ડ ખોડામ્બા.સિહ પૂજા આર સિંહ બીટ ગાર્ડ પરવટ, કુ. હીનાબેન સાંબડ દ્વારા ગામના સરપંચને વન વિભાગના સ્ટાફ દ્વારા શેરડીનું કટીંગ કરવા માટે અલગ અલગ વિસ્તારમાં આવતી ટીમના સભ્યોનું મુકામ સ્થાન ગામમાં જ રાખવામાં આવે ગામની બહાર દૂરનાં વિસ્તારમાં મુકામ રાખવામાં ન આવે તેની જાણ કરવામાં આવેલ છે. તેમજ ખોરાકમાં લેવાતાં માંસ મચ્છીનો નકામો ભાગ ગામની દૂરનાં વિસ્તારમાં નાંખવા માટેનું સૂચન કરવામા આવેલ છે.તેમજ ખેતર માં કામ કરતી વખતે એકલા ન જવું ,બે- ચાર વ્યક્તિઓ એ ભેગા થઈને અવાજ કરતા-કરતા જવું, હાથમાં ટોર્ચ રાખવી, સવાર અને સાંજના સમયે બાળકોને ઘરની બહાર એકલા ન રાખવા, ખેતરમાં કામ કરતી વખતે બાળકોને એકલા ન મૂકવા, ઢોર / ઢાખરને ખુલ્લામાં રાખવા , ખુલ્લામાં શૌચ ન કરવું જેવા સૂચનો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...