સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઇ બારડોલી વિધાનસભા મત વિસ્તારના પ્રવાસે છે. ગત રોજ તેમણે વિવિધ સ્થાનોની મુલાકાત લઈ લોકોના સૂચનાઓ અને સમસ્યાઓ વિષે જાણકારી મેળવ્યા બાદ શનિવારના રોજ સુરત જિલ્લા લેઉવા પાટીદાર સમાજની વાડીમાં પત્રકાર પરિષદ યોજી હતી. સાથેજ આગામી 10 જૂને પ્રધાન મંત્રી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જે બાબતે બારડોલી વિધાન સભાના સંગઠનના સભ્યો સાથે બેઠક યોજી.
વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા તમામ 182 સીટો કબ્જે કરવા માટે રણનીતિ તૈયાર કરી દેવામાં આવી છે. જેના ભાગ રૂપે ભાજપના નેતાઓ અને મંત્રીઓને અલગ અલગ વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી રહી છે. બારડોલી વિધાનસભા માટે સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા બે દિવસથી તેઓ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છે. ગત રોજ વિવિધ સમજો, સહકારી આગેવાનો, કાર્યકરો સાથે બેઠક કરી હતી અને સુરત જિલ્લાના રાજકીય સમીકરણોની પણ સમીક્ષા કરી રહ્યા છે. તાજેતરમાં પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસને લઈ તૈયારી માટે વિધાનસભાના કાર્યકરો સાથે પણ બેઠક યોજી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.