તહેવાર આગળ પલસાણા પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. પલસાણા પોલીસે બાતમી આધારે સાંકી ગામેથી એક ટોળકીને ઝડપી પાડી તપાસ કરતા ચોંકાવનારી હકીકતનો પર્દાફાશ થયો હતો. ઝડપાયેલી ટોળકી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જઈ એટીએમ રૂમમાં રૂપિયા ઉપાડવા આવેલ ખાતાધારકનો એટીએમ કાર્ડ બદલીને રૂપિયા ઉપાડી લેતી હતી. સુરત શહેર તેમજ વલસાડ અને અંકલેશ્વરના વિવિધ પોલીસ મથકમાં છેલ્લા 1 માસમાં નોંધાયેલા છ ગુનાનો ઉકેલ આણ્યો હતો.
મળતી માહિતી અનુસાર સુરત ગ્રામ્યના પલસાણા પોલીસ મથકના પી.આઈ.અ જિતસિંહ ચાવડા તેમજ પો.કો. દિનેશભાઈ ગૌવિંદભાઈને સયુંકત રીતે ખાનગી રાહે મળેલ બાતમી આધારે શુક્રવારના રોજ પોલીસની એક ટીમે પલસાણાના સાંકી ગામે આવેલ સુંદર્શન સોસાયટીના ફ્લેટ નંબર 301 માં રેડ કરી હતી, જે ફ્લેટમાંથી પોલીસને એક સોસાયટીમાં રેડ કરતા એક ફ્લેટમાં રહેતા ચાર ઈસમો તેમજ એક યુવતીને ઝડપી ફ્લેટમાં તપાસ કરતા તેઓ પાસેથી વિવિધ બેંકના 6 જેટલા ATM કાર્ડ 8 સિમ કાર્ડ અને 7 મોબાઈલ તેમજ 2.60 લાખ રૂપિયા રોકડ કબ્જે લીધા હતા પ્રથમ નજરે શંકાસ્પદ લાગતા તમામને પોલીસે પલસાણા પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા ચોકવનારી કબૂલાત કરી હતી મૂળ બિહારની આ ગેંગ છેલ્લા 1 માસથી સાંકી ગામના આ ફ્લેટમાં ભાડે રહેવા આવી હતી.
તેઓએ સુરત શહેરમાં તેમજ અંકલેશ્વર તેમજ ભરૂચ સીટી નવસારી સીટી તેમજ વલસાડ સીટી.મળી અલગ અલગ જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ વગરના ATM રૂમને ટાર્ગેટ કરી રૂપિયા ઉપાડવા આગેલા ઈસમો પાસેથી કાર્ડ સેરવીને પિન નંબર જાણી રૂપિયા ઉપાડી લેતી હતી વલસાડ, ભરૂચ, નવસારી, અને સુરત શહેર મળી કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો હતો તેમજ સુરત શહેરમાં 8 જેટલા ગુના આચરેલા હોવાનું કબૂલાત કરી હતી પલસાણા પોલીસે 4 યુવક આરોપીને જેતે પોલીસ મથકમાં સોંપવાની તજવીજ હાથધરી છે જ્યારે યુવતીના ઉંમર અંગે ઠોસ પુરાવો નહિ મળતા હાલ પૂછપરછ ચાલુ હોવાનું જણાય આવ્યું હતુ.
આ રીતે ગ્રાહકો સાથે ઠગાઇ કરતા
આ ટોળકી સાંકી ગામેથી પોતાના ફ્લેટ પરથી વાહન ભાડે રાખી નીકળતા અન્ય જિલ્લામાં સિક્યુરીટી ગાર્ડ વગરના ATM રૂમને ટાર્ગેટ કરી આરોપી મહિલા ATM રૂમમાં પોતાની ટોળકીના માણસો વાળો મોબાઈલ નંબરનું હેલ્પ લાઇનનું પ્રિન્ટેડ કાગળ ATM મશીનની આસપાસ ચોંટાડી ATM મશીનમાં જ્યા કાર્ડ નાખવાની જગ્યા હોઈ ત્યાં ફેવી સ્ટીક લગાવી ATM રૂમની બહાર ઉભી રહી જતી હતી. જ્યારે જોઈ ગ્રાહક ATM માં રૂપિયા ઉપાડવા માટે આવતો ત્યારે ATM કાર્ડ મશીનમાં નાખતા જ કાર્ડ ચોંટી જતું હતુ.
જ્યારે બહાર ઉભેલી આરોપી યુવતી મદદના બહાને ખાતાધારકની નજીક આવતી અને તેમને હેલ્પ લાઇન નંબર પર ફોન કરવા અનુરોધ કરતી જેથી ગ્રાહક હેલ્પ લાઇન પર ફોન કરતા જેનો ફોન સીધો તેમના માણસો ને જ લાગતો હતો. જેથી તેઓ તેમને એટીમનું ડીલીટ બટન દબાવી ATM કાર્ડનો પિન નાખવા માટે જણાવતા જે પિન બાજુમાં ઉભેલી ભેજાબાજ મહિલા જાણી લેતી છતાં પણ ATM મશીનમાં ચોંટેલો કાર્ડ નહિ નીકળતા હેલ્પલાઇન વાળા તેમને નજીકની બેંકમાં સંપર્ક કરવા માટે કહેતા ખાતા ધારક મશીનમાં ચોંટેલો કાર્ડ મશીનમાં જ મૂકી જેવો બેંકમાં જવા નીકળતો કે યુવતી અને તેના સાગરીતો ચપ્પુ વડે ATM કાર્ડ કાઢી પિન નાંખી રૂપિયા ઉપાડી રફુચક્કર થઈ જતા હતા.
ગેંગ સામે સુરતમાં જ 8 જેટલા ગુના
આરોપી પૈકીનો સુભાષ ભૂમિહર દિલ્હીના દ્વારકા બિન્દા પુર પોલીસ મથકનાં ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો હતો. આ ટોળકી સુરત શહેરમાં 8 જેટલી જગ્યાએ આ એમ.ઓ.થી ગુનાઓ કરી ચુક્યા હોવાની કબૂલાત કરી હતી. કડોદરા પંથકમાં પણ 3 જેટલા જગ્યાએ ટ્રાઈ કરી હતી પરંતુ નિષ્ફળ નીવડ્યા હતા.
પકડાયેલા આરોપી
{ શિવશંકર રામુપ્રસાદ પ્રસાદ { સુભાષકુમાર સુંદર્શનસિંગ ભૂમીહાર , { ભરતકુમાર ઉમેશપ્રસાદ ભૂમીહાર (ત્રણેય રહે.સુદર્શન સોસાયટી,સાંકી ગામ પલસાણા અને મૂળ બિહારના વતની છે ) જ્યારે { અરૂણકુમાર શરમનકુમાર પંચોરી (રહે.દ્વારકેશ રેસિડન્સી, તૂંડી ગામ પલસાણા, મૂળ: મધ્યપ્રદેશ ) { એક મહિલા મળી પોલીસે કુલ 5 આરોપીની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.