માંગ:બારડોલીમાં આંગણવાડી પાસે ગટરનું તૂટેલું ઢાંકણ જોખમી

બારડોલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઇ દુર્ઘટના સર્જાય એ પૂર્વે મરામતની માંગ ઉઠી

બારડોલી કડોદ રોડ પર જલારામ હુડકો સોસાયટીમાં આવેલ 1 નંબરની આંગણવાડીની નજીક જ રોડને અડીને પસાર થતી ગટરનું ઢાંકણ તૂટી ગયું છે. ચેમ્બર પરનું ઢાંકણ તૂટી જતાં ઉંડા ખાડામાં પડવાનો ભય લોકોને સતાવી રહ્યો છે.

આ જગ્યાની બાજુમાં જ પેટ્રોલ પંપઆવેલ હોય જેથી અહીં મોટી સંખ્યામાં દિવસ દરમિયાન અવરજવર લોકો કરે છે. તેમજ નજીકની આંગ ણવાડીના બાળકો પણ આ રસ્તે થી જ આવતા જતા હોય આ ખાડામાં પડવાનો ભય રહે છે. આ ઉપરાંત શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય વહેલી સવારે લોકો વોક પર મોટી સંખ્યામાં જાય છે. કોઈ અકસ્માત થાય તે પહેલા પાલિકા તંત્ર યોગ્ય કરાવે એવી માંગ વાલીઓમાં ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...