ભાભી બની માતા:બંને પિતરાઇ દીયરને માતાની ખોટ સાલવા ન દીધી, માતા-પિતાના મોત થતા બે ભાઇઓ અનાથ બન્યા હતા

બારડોલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
બે ભાઇઓની સંભાળ રાખતા ભાઇ-ભાભી - Divya Bhaskar
બે ભાઇઓની સંભાળ રાખતા ભાઇ-ભાભી

બાબેન ગામે કોરોનાની બીજી લહેરમાં માતા પિતા ગુમાવનાર ચિરાગ અને ગૌરવ નિરાધાર બની ગયા હતા. બાળકોને આ સમયે માતા પિતાની કમી સ્પષ્ટ જણાતી હતી, ત્યારે કુટુંબના જ ભાભીનું માતૃ હૃદય પીડા સહન થઈ શકી ન હતી. અને પોતે જ પાલક માતા બનવાનું નક્કી કર્યું હતું.

પાલક માતા જ્યોતિબેન ભાસ્કર પ્રતિનિધિ સાથે વાત કરતાં જણાવ્યુ કે મારા બંને નાના પિતરાય દીયરોને માતાની ખોટનો અનુભવ થવા દીધો નથી. મારા કાકાસસરા અને કાકી સાસુના મોત પછી બંને નાના દીયરોની જવાબદારી ઉપાડવાનું નક્કી કર્યું હતું.

બારડોલીના બાબેન ગામે માતા પિતાની છત્ર છાયા ગુમાવનાર બે માસમ બાળકોના ભાઈ ભાભી જ પાલક માતા અને પિતા બની ગયા છે. દિલીપભાઈ લિંગાયત અને જ્યોતિબેન બંને બાળકોની એક વર્ષથી સંભાળ લઇ રહ્યા છે.

દિલીપભાઈએ જણાવતા કે મારા કાકા હિમ્મતભાઈ લિંગાયત તેમજ કાકી સુનીતા બેન લિંગાયતને કોરોના થયો હતો. કાકાનું સુરત સિવિલ હોસ્પીટલમાં મોત થયું હતું. કાકાના મોતના થોડા દિવસો બાદ ઘરે જ કોરોનાની સારવાર લેતા કાકીનું પણ મોત થતાં મારા બંને માસૂમ ભાઈ ચિરાગ (13) અને ગૌરવ લિંગાયત (8) અનાથ બન્યા હતા.

મારા પત્ની જ્યોતિબેન સાથે અમે નક્કી કર્યું કે બાળકોને હવે પછી તમામ જવાબદારી આપણે ઉઠાવીશું પાલક માતા જ્યોતિબેનના જણાવ્યા મુજબ બાળકો હાલ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે, તેમજ બંને બાળકોની તમામ જરૂરિયાત અમે પૂરી કરવાની કોશિશ કરીયે છે. સરકાર તરફથી 4 હજાર રૂપિયા મહિને સહાય પણ મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...