તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:કણધા અને કરંજખેડની રેશનિંગની દુકાનમાં પ્લાસ્ટિકના ચોખા વિતરણ થયા હોવાની બૂમ

માયપુર/વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લાભાર્થીઓને વિતરણ કરાયેલા ચોખા. - Divya Bhaskar
લાભાર્થીઓને વિતરણ કરાયેલા ચોખા.
  • ખાનગી દુકાનો બાદ હવે સસ્તા અનાજની દુકાનમાં પણ નકલી ચોખા વેચાતાં હોવાનો આક્ષેપ

ડોલવણ તાલુકાના કરંજખેડની સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરવામાં આવેલ ચોખા પ્લાસ્ટિકના હોવાની બૂમ ઉઠી છે. પુરવઠા વિભાગ આ ઘટનાથી અજાણ હોવાનું બહાર આવ્યું. ડોલવણ તાલુકાના કણધા અને કરંજખેડ ગામમાં સસ્તા અનાજની દુકાન દ્વારા વિતરણ કરાયેલા ચોખામાંથી પ્લાસ્ટિકનાં ચોખા નીકળી આવ્યા હોવાના આક્ષેપો ગ્રાહકો કરી રહયા છે. જે અંગે ગ્રામજનોએ સસ્તા અનાજની દુકાન પર જઈ ફરિયાદ કરતા દુકાનદારે જણાવ્યું હતું કે અનાજ પુરવઠા વિભાગ તરફથી આવે છે. તાલુકામાંથી જે અનાજ આવે છે.

તેમ કહી દુકાનદારે પુરવઠા વિભાગ પર ખો આપી દીધી છે, આમ વારંવાર સસ્તા અનાજની દુકાનમાંથી અપાતા અનાજ ભેળસેળ યુક્ત નીકળતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે,આજદિન સુધી કેટલાક ખાનગી વેપારીઓ ભેળસેળ યુક્ત પ્લાસ્ટિકના ચોખા આપતા હોવા અંગે બહાર આવ્યુ હતું, અને તેની તપાસ પુરવઠા વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાપી જિલ્લામાં તપાસ કરી હોવા અંગેના કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. ત્યારે હવે સરકારી અનાજમાં પણ ફરિયાદો ઉઠતા ચિંતા વધી છે.

દુકાનદારે હાથ ઉંચા કરી લીધા
નિતેશભાઈ બાબુભાઇ ચૌધરી જેઓ કણધા ખાતે રહે છે એમણે દુકાનદારને પ્લાસ્ટિકના ચોખા હોવા અંગે જણાવ્યું હતું. ત્યારે દુકાનદારે આ પુરવઠો પુરવઠા વિભાગ તરફથી વિતરણ કરવામાં આવ્યો હોય તો તમે પુરવઠા અધિકારીને જાણ કરો એવો જવાબ આપી હાથ ઉંચા કરી લીધા.

અમારી પાસે ફરિયાદ આવી નથી
ડોલવણ પુરવઠા વિભાગના નાયબ મામલતદાર રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે હમારી પાસે હજી કોઈ ફરિયાદ આવી નથી, હું મામલતદાર ડોલવણને જાણ કરું છું.

અન્ય સમાચારો પણ છે...