શંકાસ્પદ મૃતદેહ:માંડવીની ઝાડીઓમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, શરીર પર ઈજાના નિશાન દેખાતા હત્યાની આશંકા

બારડોલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામેથી યુવાનનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી યુવાનના મૃતદેહનો કબ્જો લઈ પી.એમ અર્થે મોકલ્યો હતો. યુવાન કોણ છે અને કયાનો રહેવાસી છે તે તપાસ આદરી યુવાનના શરીર પર ઈજાના નિશાન મળી આવતા પોલીસે યુવાનની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

માંડવી તાલુકાના કરંજ ગામે અનુપમ રેસિડેન્સીના ગેટ સામે સવારે 9 વાગ્યાનાં આસપાસ ઝાડીઓમાં એક અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃત્યુ થયેલ વ્યક્તિની ઉંમર આશરે 35-40 વર્ષની હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવાનના શરીરના ભાગે માર માર્યાના નિશાન મળી આવતા પોલીસે યુવાનની હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

હાલ યુવાનના મૃતદેહનો કબ્જો લઈ પોલીસે પી.એમ માટેની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ યુવાન કોણ છે? અને ક્યાનો રહેવાસી છે? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...