તપાસ:સુરતના પુણાની શાળાના ગુમ શિક્ષકની લાશ આંબોલી તાપી નદીમાંથી મળી

બારડોલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તાપી નદીનાં પુલ પરથી શિક્ષકની બિનવારસી બાઇક પોલીસને મળી આવી

સુરત પુણા ગામ કારગીલ ચોક રૂક્ષ્મણી સોસાયટી મકાન નં 108 માંં માતા- પિતા નાનાભાઇ તથા પત્નિ અનેે નાનાં બાળક સાથે રહેતાં ભદ્રેશભાઇ પ્રવિણભાઇ ગજેરા (35) કાપોદ્રા ખાતે આવેલ કે .એસ. ઠાકર ગર્લ્સ સ્કૂલમાંં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તા.4-9-2022ને રવિવારે સરથાણા જકાત નાકા નજીક સમાજમાં સીમંતનો પ્રસંગ હોય પત્નિ સોનલ તથાં માતા પિતા સાથે ત્યાં જવા સવારે પોણા નવ વાગે ઘરેથી નીકળ્યા હતાં અને તેઓને મુકીને ઘરે પરત ફરવા નીકળ્યા હતા. જેમને બપોરનાં 12.00 વાગ્યે નાનાભાઇ રાકેશ ગજેરાએ ફોન કરતાં ફોન બંધ આવતો હતો.

બપોરનાં પત્નિ તથા માતાપિતા પ્રસંગમાંથી ઘરે આવી ગયા હતા. ત્યારબાદ ફરીથી ફોન કરતાં ફોન બંધ આવતો હતો. જેથી રાકેશ તેના પિતા સાથે ભાઇને શોધવા નીકળ્યા હતા, પરંતુ કોઇ હકીકત જાણવા નહીં મળતાં સાંજનાં કાપોદરા પોલીસ મથકમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

મોડી સાંજે મિત્ર થકી ભદ્રેશભાઇની બાઇક આંબોલી તાપી નદીનાં પુલ પરથી કામરેજ પોલીસને બીનવારસી મળેલ હોવાની વિગત જાણવા મળી હતી. પરિવારજનો કામરેજ પોલીસ મથકેે આવી ખાતરી કરી હતી. તાપી નદીનાં આસપાસનાં વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. જે ભદ્રેશભાઇની લાશ તા.6-9-2022નાં સવારે આઠ વાગે આંબોલી તાપી નદીમાંથી મળી હતી. શિક્ષક ભદ્રેશભાઇએ કોઇ અગમ્યકારણસર તાપી નદીમાં પડતું મુકી આપઘાત કરી લીધો હોવાની રાકેશ પ્રવિણ ગજેરાએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...