દુર્ઘટના:તાંતીથૈયામાં રસોઈ કરતી વેળા રૂમમાં આગ લાગતા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રચંડ બ્લાસ્ટમાં દિવાલ ખુરદો થઇ, યુવક સમયસર બહાર નીકળી જતાં બચ્યો

પલસાણાના તાતીથૈયા ગામે સોની પાર્કમાં આવેલ એક રૂમમાં હયુવાન જમવાનું બનાવી રહયો હતો તે સમયે આગ લાગી હતી. જે એકાએક ગેસના બાટલામા લાગી જતા બ્લાસ્ટ થયો હતો. જોકે, યુવક સમય સુચકતા વાપરી પહેલા જ રૂમની બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ પ્રચંડ બ્લાસ્ટમાં દિવાલ ખુરદો થઇ હતી.

પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે સોનીપાર્કમાં મોહનભાઈની બિલ્ડીંગમાં એક રૂમમાં ભાડેથી રહેતો નાગેન્દ્ર શર્મા (મૂળ યુપી) ગુરુવારના રોજ સવારે મિલમાંથી કામ કરીને આવ્યા બાદ રસોઈ બનાવવા લાગ્યો હતો. તે દરમિયાન અચાનક આગ લાગી હતી. જેથી યુવકે આગ ઓલવવાની ઘણી કોશિશ કરી હતી, પરંતુ આગ કાબુમાં નહિ આવતા યુવક રૂમની બહાર ભાગીને નીકળી ગયો હતો. અને થોડી જ વારમાં આગ ગેસના સિલિન્ડરમાં લાગતા જ પાઇપ બળતા જ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો.

યુવાન સમય સુચક્તાં વાપરી ઘરની બહાર નીકળી ગયો હોવાથી બચી ગયો હતો. ઘરમાં પાંચ કિલો ગેસના બાટલામાં બ્લાસ્ટ થતાં રૂમનો લોખંડના દરવાજો તૂટી પડ્યો હતો. તેમજ દીવાલનો એક ભાગ ખુરદો થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...