ગૌરવ યાત્રાનું બારડોલીમાં ભવ્ય સ્વાગત:ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં; ડબલ એન્જિન સરકાર દ્વારા પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસ કરાયો: કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોશ

બારડોલી2 મહિનો પહેલા

નવસારીના ઉનાઈથી શરૂ થયેલી ભાજપાની ગૌરવ યાત્રા આજરોજ બારડોલી વિધાનસભા ક્ષેત્રમાં આવી પહોંચી હતી. યાત્રાનું પલસાણા તથા બારડોલી ખાતે જંગી જનમેદની વચ્ચે સ્વાગત કરવામાં આવ્યું હતું. બારડોલીના ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર અને જિલ્લા પ્રમુખ સંદિપભાઈ દેસાઈએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કર્યા હતા.

ગૌરવ રથમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈ વગેરેની ઉપસ્થિતિ સાથે બારડોલી ખાતે પહોંચેલી ગૌરવ યાત્રાનું નાસીક ઢોલના ભવ્ય થનગનાટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનોએ ગત વર્ષોના ભાજપ શાસન દરમિયાન ગુજરાતમાં થયેલા વિકાસ યાત્રાની વાતો કરી હતી.

સાંસદ દર્શનાબેન જરદોશે ડબલ એન્જિન સરકારની કામગીરી બાબતે જણાવી લોકોનો વિશ્વાસ સરકારમાં વિશ્વાસ કરવા માટે જણાવ્યું હતું. અને સાથે જ ગુજરાતમાં પરિસ્થિતિ ઘણી સારી છે. સરકાર દ્વારા સંસ્કૃતિનું જતન અને સાંસ્કૃતિક વિરાસત અત્યંત ગૌરવની બાબત હતી. ગુજરાતના રસ્તાઓ સહિત વંદે ભારત, બુલેટ ટ્રેન, ફ્રેઇટ કોરિડોરનું આયોજન એક નવા દ્રષ્ટિકોણનો આલેખ દર્શાવે છે. ભાજપના દુનિયાની સૌથી મોટી પાર્ટી દર્શાવતા જનમેદનીને પ્રોત્સાહિત કરતા માતૃશક્તિને બિરદાવી હતી. બારડોલીના ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર અને જિલ્લા પ્રમુખ સંદિપભાઈ દેસાઈએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...