આગામી સમયમાં યોજાનાર ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીના આયોજનને લઇ ભાજપ દ્રારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેનાં ભાગરૂપે આવતી કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં કડોદરાના અકળામુખી હનુમાનજીનાં મંદિરની સામે ગ્રાઉન્ડ પર પેજ સમિતિ સંમેલન યોજવામાં આવનાર છે. જે કાર્યક્રમમાં 35 હજારથી વધું સભ્યોને રાષ્ટ્રીય અધ્યક્ષ સંબોધશે સાથેજ વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમનો સુરત જીલ્લામાં પ્રારંભ કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલ, સુરત જીલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, બારડોલીના ધારાસભ્ય ઇશ્વરભાઈ પરમાર, સુ.ડી.કો.નાં ચેરમેન નરેશભાઈ પટેલ, ખાંડ ઉદ્યોગ સંઘના રાષ્ટ્રીય પ્રમુખ કેતન પટેલ તેમજ ભરતસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં બારડોલીના પરિશ્રમ પાર્કમાં આવેલ જીલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ તેમજ પ્રમુખ સંદીપભાઈ દેસાઈએ માહીતી આપતાં જણાવ્યું હતુ કે સુરત જિલ્લાના તમામ તાલુકાઓ અને નગરો મળી આશરે 35 હજારથી વધારે પેજ સમિતિ સભ્યો કડોદરા ખાતે એકત્ર થશે . જયાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સંબોધન આપી માહીતી પુરી પાડશે. આ કાર્યક્રમ પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષની આગેવાનીમાં સરદાર શોપિંગ છત્રાલા ફાર્મથી અકળામુખી હનુમાનજીનાં મંદીર સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.