સુરત જિલ્લામાં ભાજપે જિલ્લામાં તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની કુલ 336 બેઠકોમાંથી 297 બેઠક પર વિજય મેળવી ભગવો લહેરાવ્યો હતો. જિલ્લામાં કોંગ્રેસની મહુવા અને માંડવી તાલુકા પંચાયત પણ ભાજપે કબજે કરી છે. બારડોલી, ઉમરપાડા તાલુકા પંચાયત અને તરસાડી નગરપાલિકામાં વિપક્ષ પણ રહ્યા નથી. જ્યારે કોંગ્રેસ હતી બેઠક ગુમાવી માત્ર 33 હાથમાં રહી ગઈ હતી. જિલ્લા ભાજપના નવા વરાયેલ પ્રમુખ સંદીપ દેસાઇની આગેવાનીમાં ભવ્ય સફળતા મેળવી છે.
સુરત જિલ્લાની 4 પાલિકામાં બારડોલી, તરસાડી, કડોદરા અને માંડવીની કુલ 116 બેઠકોની ચૂંટણીનું પરિણામ કોંગ્રેસ માટે ફરી નિરાશાજનક રહ્યું છે. ભાજપે ગત વર્ષની 88 બેઠક પરથી સીધી 21 બેઠકની છલાંગ મારી 109 બેઠક કબ્જે કરી હતી. કોંગ્રેસની 28 બેઠકમાં 23 બેઠક ગુમાવી માત્ર 5 બેઠક પર આવી છે. જોકે 2 બેઠક અપક્ષ કબ્જે કરી હતી. બારડોલી પાલિકામાં કોંગ્રેસ 8 બેઠક, કડોદરા પાલિકામાં 6 બેઠક, માંડવી પાલિકામાં 5 બેઠક ગુમાવી છે. જ્યારે તરસાડી પાલિકાએ તમામ 28 બેઠક કબ્જે કરતા વિપક્ષ વગરની પાલિકા બની છે. અહીં કોંગ્રેસે તમામ 4 બેઠક ગુમાવી છે. કોંગ્રેસ મતદારોને રિઝવવામાં અસફળ સાબિત થઈ છે. રાંધણ ગેસ, પેટ્રોલ ડીઝલ ભાવ વધારો, સહિત ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા છતાં લોકોનો વિશ્વાસ જીતવામાં અસફળ રહેતા આખર ભાજપ વધુ મજબૂત બન્યો છે.
જિલ્લો સુરત | ||||
કુલ પાલિકા 04, બહુમતી ભાજપ 04, કોંગ્રેસ 00 (00), અન્ય 00 | ||||
નગરપાલિકા | બેઠક | ભાજપ | કોંગ્રેસ | અન્ય |
બારડોલી (08 વોર્ડ) | 36 | 32 (+7) | 03 (-8) | 01(+1) |
માંડવી (06 વોર્ડ) | 24 | 22 (+4) | 01(-5) | 01(+1) |
કડોદરા (07 વોર્ડ) | 28 | 27 (+6) | 01 (-6) | 0 |
તરસાડી (07 વોર્ડ) | 28 | 28 (+4) | 00 (-4) | 0 |
કુલ તા.પં. 09, બહુમતી ભાજપ 09 (+2) , કોંગ્રેસ 00 (-2), અન્ય 00 | ||||
બારડોલી | 22 | 22(+9) | 00 (-7) | 00 (-2) |
ઓલપાડ | 24 | 23 (+2) | 00 (-3) | 01(+1) |
કામરેજ | 20 | 18 (0) | 00 (-5) | 02(+2) |
માંગરોળ | 24 | 19 (+2) | 05 (-3) | 0 |
પલસાણા | 18 | 16 (+3) | 01 (-6) | 01 (+1) |
મહુવા | 20 | 14 (+4) | 06 (-4) | 0 |
ચોર્યાસી | 14 | 10 (-7) | 04 (+2) | 0 |
માંડવી | 24 | 14 (+8) | 10 (-8) | 0 |
ઉંમરપાડા | 16 | 16 (+5) | 0 (-4) | 0 (-1) |
જિલ્લા પંચાયત | 36 | 34 (+12) | 02 (-10) | 00 (00) |
(કામરેજ તાલુકા પંચાયતમાં ગત ટર્મમાં 24, ચોર્યાસીમાં 20, પલસાણામાં 20 તથા જિલ્લા પંચાયતમાં 40 બેઠકો હતી.)
4 નામી ચહેરાઓની હાર : ભાજપના કાલુ શાહ, કોંગ્રેસના રાજેશ કાયસ્થ અને સોયબ ભામની, ગુજરાત પ્રદેશ મહિલા મંત્રી સ્વાતી પટેલ 2 વોર્ડમાંથી ઉમેદવારી કરી હોવા છતાં બન્ને વોર્ડમાં હાર થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.