માંડવી તાલુકા ખેતીપાક રૂપાંતર કરનારી સહકારી મંડળી (રાઈસ મિલ) અને માંડવી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂટણીમાં વિજય મેળવી ભાજપ સમર્થિત પેનલ સાશનધૂરા સંભાળે એવા ઈરાદા સાથે જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ દ્વારા મહામંત્રી જગદીશ પારેખ અને દીપક વસાવાની ચૂંટણી ઈન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સહકારી સંસ્થાને સંપૂર્ણ રાજકીય રંગ લાગી રહ્યો છે.
માંડવી એપીએમસીમાં જગદીશ પારેખે મેન્ડેટ રજૂ કરી હોદ્દેદારોની બિનવિવાદી નિર્ણૂકમાં સફળતા મેળવ્યા બાદ ફરી એકવાર તાલુકાની મહત્વની સહકારી સંસ્થા રાઈસ મિલ તથા સહકારી સંઘની ચૂંટણીમા ભાજપ વિચારધારા ધરાવતાં ઉમેદવારો જ આમને સામને થવાનું ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે વિધાસભાની ચૂંટણી સામે સહકારી ક્ષેત્રનુ વાતાવરણ સહેજ પણ ન ડોહળાય તે માટે બંને સંસ્થાઓ સમરસ બને માટેની જવાબદારી જગદીશ પારેખ તથા દીપક વસાવાને ચૂટણી ઈન્ચાર્જ તરીકે જવાબદારી સોપી બાજી સંભાળી લેવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યાં છે.
સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા ભાજપ મહામંત્રી અને ચૂંટણી ઈન્ચાર્જ જગદીશ પારેખ, તાલુકા ભાજપ મહામંંત્રી સોનજીભાી વસાવા તેમજ નગર ભાજપ પ્રમુખ નટુભાઈ રબારીની ઉપસ્થિતિમાં બંને સંસ્થાના પૂર્વ હોદ્દેદારો તથા ઉમેદવારો વચ્ચે એક બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ સમર્થિત ઉમેદવારો વિજય બને અથવા ચૂંટણી ટાળી સમરસ બનાવવા અંગેની ચર્ચાઓ હાલ ધરવામાં આવી હતી.માંડવી તાલુકાની સહકારી સંસ્થામાં ભાજપ સમર્થિત ઉમેદવારો વચ્ચે ગજગ્રાહ ઊભો ન થાય તે માટે એડીચોટીનું જોર લગાવાય રહ્યું ચર્ચાઈ રહ્યું છે. એપીએમસીમાં મળેલ સળફતા બાદ ફરીએકવાર ચૂંટણી ઈન્ચાર્જની અગ્નિ પરિક્ષા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.