નગરપાલિકાના ભાજપ શાસકો વચ્ચેના જુથવાદની લડાઈમાં પ૭ની બદનામી થઈ રહી હોય. સંગઠન પણ સભ્યોને સમજાવવામાં અસમર્થ રહ્યાં છે. આવા સંજોગોમાં પ૭ની બદનામી થતી અટકાવવા ભાજપ મોવડી મંડળે પણ કમિટી નક્કી કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ, સાસંદ, અને કેબિનેટ મં૬ી જુથવાદની ચાલતી લડાઈ બાબતે તપાસ કરશે. બારડોલી પાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો બે જુથમાં વહેંચાઇ ગયા હતાં. બંને જુથ એકબીજાની ખેંચાતાણમાં નગરનો વિકાસ પર અસર થઈ રહી હતી. ભાજપ સંગઠન શાસકોને એક કરવામાં સમર્થ રહ્યાં છે. બારડોલી પાલિકાના પ્રભારી પણ આટલા સમયથી બે જુથવચ્ચે ચાલતી ખેંચતાણને ડામવા અસર્થ રહ્યા છ. હદ તો ત્યારે થઈ જ્યારે ભાજપના સભ્યોએ જ ભ્રષ્ટાચારના આક્ષેપો કરી પ્રદેશિક વિકાસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરી પક્ષને બદનામ કરવા સુધીની હદ પહોંચી ગયા હતાં. હાલની સ્થિતિ બંને જુથવાદની ચકમકને ધ્યાનમાં રાખી બારડલીના ધારાસભ્ય અને કેબિનેટમંત્રી સહિત જિલ્લા સંગઠનની બેઠક પણ મળી હતી. જેમાં પણકોઈ નિર્ણય નહીં આવતા ભાજપ મોવડી મંડળે જુથવાદની લડાઈ બાબતે તપાસ કરવા 3સભ્યોની કમિટી નક્કી કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, સાંસદ પ્રભુભાઈ વસવા કેબિનેટમંત્રી ઈશ્વરભાઈ પરમારને પાલિકાના શાસકો નચ્ચે ચાલતાં ગજગ્રાહને દૂર કરવા માટે તપાસ સોંપાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.