માંડવીની કરંજ જીઆઈડીસીમાં મંગળવારની મોડી રાત્રે એક ફેક્ટરીમાંથી 14 ટેન્કરમાં ભરેલું શંકાસ્પદ પ્રવાહી પદાર્થ મળી આવ્યો હતો, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમી આધારે મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. માંડવી મામલતદારે 1.57 કરોડનો મુદ્દામાલ બતાવ્યો છે. ટેન્કરમાંથી મળે પ્રવાહી મિશ્રણ કરી બાયો ડીઝલ બનાવવામાં આવતું હોવાની શંકા છે. જોકે 2 દિવસ થઈ જવા છતાં આ પ્રકરણમાં ગુનો નોંધાયો નથી. કબ્જે કરેલ પરવાહીના સેમ્પલ એફ.એસ.એલમાં મોકલ્યા હોવાથી રિપોર્ટ આવ્યા બાદ જ ગુનો નોંધવાની વાત છે. ત્યારે આટલો મોટો જથ્થો હોવાથી સ્થાનિક તંત્ર અજાણ હોવાની વાત ગળે ઉતરતી નથી. આવા સંજોગોમાં ગુનો નોંધવા બાબતે પણ લોકો શંકા સેવી રહ્યા છે.
માંડવીના કરંજ ગામે જીઆઈડીસીમાં બ્લોક નં.900માં પ્લોટ નં. 1,2,3 માં ઇકબાલ તૈલી ઘટ્ટ પ્રવાહીનો ધંધો કરતો હતો. જ્યાં મંગળવારની રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે છાપો મારતા મોટા પ્રમાણમાં ટેનકારોમાં ભરેલ શંકાસ્પદ પ્રવાહી મડી આવ્યો હતો. જે હલકી કક્ષાનું ઓઇલ અને કેરોસીન જેવા પ્રવાહી મિશ્રણ કરીને બાયો ડીઝલ બનાવવામાં આવતું હોવાનુ કહેવાય છે. જેથી 1.57 કરોડનો મુદ્દામાલ બુધવારે કબ્જે લેવામાં આવ્યો હતો. મોટો પ્રમાણમાં પ્રવાહીનો જથ્થો મળ્યો હોય, સ્થાનિક વહીવટીતંત્ર નિંદ્રાધીન સાબિત થયું છે.
આવા સજોગમાં 2 દિવસ પછી પણ કોઈ ગુનો નોંધાયો ન હોવાથી અનેક શંકા કુશંકા સેવાઈ રહી છે. તંત્ર મળેલ પ્રવાહીના સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે, જેનો રીપોર્ટ આવ્યા બાદ જ ગુનો નોંધવા અંગે જણાવવામાં આવ્યું છે. ત્યારે શંકાસ્પદ પ્રવાહી બાયોડિઝલ છે કે કેમ ? એ સાબિત થયા બાદ આગળની કાર્યવાહી થશે. ત્યારે આટલા મોટા પ્રમાણમાં ચાલતો વેપલોથી સ્થાનિક વહીવટી તંત્ર હકીકતમાં અજાણ હતું, જેવા સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે. આવા સંજોગમાં રિપોર્ટ બાબતે પણ શંકા સેવાઈ રહી છે. રિપોર્ટ બાદ જ આ પ્રકરણની આગળની કાર્યવાહી થવા બાબતે અધિકારીઓ જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.