અકસ્માત:મોવાછીમાં ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતાં બાઇક કારમાં ભટકાઇ, 1નું મોત

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીના દંપતીને અકસ્માત : પતિનું મોત,પત્નીને ગંભીર ઇજા

બારડોલી તાલુકાના મોવાછી ગામની સીમમાં શેરડીના ટ્રેક્ટરને ઓવરટેક કરવાની કોશિશ દરમિયાન સામેથી આવતી વેગનઆર કારમાં મોટર સાયકલ અથડાઈ હતી. જે અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનુ ગંભીર ઇજાઓ સાથે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે સવાર મહિલાને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બારડોલી તાલુકાના વરાડ ગામે રહેતા મેહુલભાઈ ભુપેન્દ્રભાઈ ટેલરે રૂરલ પોલીસ સ્ટેશને જણાવેલી માહિતી મુજબ આજરોજ તેઓ ડુંગર ( ચીખલી)થી વરાડ તરફ પોતાની કાર નંબર GJ-19-A-5228 માં જઈ રહ્યા હતા.

એવા સમયે બારડોલી વિહાણ રોડ ઉપર આવેલ મોવાછી ગામની સીમમાં આવેલા એસ્સાર પેટ્રોલ પંપ પાસે વચ્ચેના માર્ગ ઉપર સામેથી આવતી એક મોટરસાયકલ નંબર GJ-19-A-8808 ના ચાલક અલ્તાફ શબ્બીર ખટીક ઉ.વ.38 રહે. શાહીન પાર્ક, બારડોલી દ્વારા પોતાના માર્ગમાં ચાલતા શેરડી ખાલી ટ્રેક્ટરને ઓવરટેક કરવાની કોશિશ કરી હતી.

જે દરમિયાન પોતાની મોટરસાયકલ ઉપરથી કાબુ ગુમાવતા વેગનઆર કારમાં ભટકાયો હતો. બાઈક ચાલકને માથાના અને કપાળના ભાગમાં તથા ડાબા હાથમાં ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક ઉપર સાથે બેઠેલી તેની પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી. બારડોલીથી પોતાની મોટરસાયકલ ઉપર અંકલેશ્વર જવા નીકળેલા દંપતિને અકસ્માત નડતાં બારડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...