ભૂમિપૂજન:બારડોલી હળપતિ સંઘ પ્રમુખના હસ્તે તેજલાવ આશ્રમશાળાનું ભૂમિપૂજન

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત લાયન્સ ક્લબ નોર્થના સહયોગથી મકાન બનશે

બારડોલી હળપતિ સેવા સંઘ સંચાલિત ચીખલી તાલુકાની તેજલાવ આશ્રમશાળા ખાતે તા.8મી જૂનના રોજ સવારે 11:00 કલાકે નવા વિદ્યાલય બીલ્ડિંગના બાંધકામ માટે સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ અરવિંદભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરત લાયન્સ કલબ ઓફ નોર્થ મારફત આશ્રમશાળા વિદ્યાલય ભવનના બાંધકામ માટે શ્રીગણેશ કરવામાં આવ્યા છે. બાંધકામ માટે થનાર ખર્ચ લાયન્સ કલબ ઓફ નોર્થ સુરત અને દાતાઓએ માતબાર રકમ એકત્ર કરી છે.

બારડોલી હળપતિ સેવા સંઘના પ્રમુખ પ્રકાશભાઈ અરવિંદભાઈ દેસાઈએ ટૂંકા સંબોધનમાં જણાવ્યું કે, આ સ્થળે વિદ્યાલયના મકાનના બાંધકામમાં સંસ્થા તરફથી પૂરેપુરો સહકાર આપવાની ખાતરી આપતા જણાવ્યું કે, સમાજ પરિવર્તન માટે શિક્ષણ જરૂરી છે. તેના વ્યાપ અને વિકાસ માટે લાયન્સ કલબના હોદ્દેદારો, સભ્યો અને દાતાઓનો આભાર વ્યકત કર્યો હતો, લાયન્સ કલબ ઓફ નોર્થ સુરતના પ્રમુખ લાયન યોગેશભાઈ દેસાઈએ નામ સાથે જણાવ્યું હતું.

હળપતિ સંઘ દક્ષિણ ગુજરાતમાં હળપતિ આદિવાસી અને વંચિત વર્ગના લોકોના બાળકો માટે 48 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. તેમા મદદરૂપ થવાનો પ્રયાસ કરેલ છે. તેજલાવના નિતીનભાઈ દેસાઈએ જણાવ્યું કે લાયન્સ કલબ ઓફ નોર્થ સુરતે પ્રસંશનીય કાર્ય ઉપાડયું છે.

અન્ય સમાચારો પણ છે...