તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • Bhumi Pujan Day Of Ram Mandir Turned Into A Festival, Ther Ther Celebration, He Was Greeted With A Banner Listing The Names Of The 11 Who Went As A Car Servant.

બોલો શિયાવર રામચંદ્રકી જય:રામમંદિરનો ભૂમિપૂજન દિન તહેવારમાં ફેરવાયો,ઠેર-ઠેર ઉજવણી, કાર સેવક તરીકે ગયેલા 11ના નામની યાદીનું બેનર મૂકી તેમનું અભિવાદન કરાયું

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દેશ માટે 5મી ઓગસ્ટ દિવસ ગૌરવદિન બન્યો છે. વર્ષો પછી અયોધ્યામાં રામમંદિરનું નિર્માણનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. સુરત જિલ્લામા હિન્દુઓ સવારથી આંગણામાં રંગોળી, રામધૂન, આરતી, મંદિરોમાં સુશોભન, પૂજા , હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બારડોલીમાંથી 1992ની સાલમાં અયોધ્યા કારસેવામાં ગયેલા સ્વયં સેવકોના નામનું બેનર જલારામ મંદિરે લગાવવામાં આવ્યું હતું, જ્યારે તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. મંદિરોમાં દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. રામમંદિર નિર્માણનો અવસર એક પર્વ બની ગયો હતો. બારડોલી નગરમાં સોસાયટીઓમાં વહેલી સવારથી રસ્તાઓ સ્વચ્છ બનાવી , કેસરી ધજાની હાર લગાવી હતી. ત્યારબાદ યુવતોઓ રંગોળીઓ બનાવતી જોવા મળી હતી. નગરમાં જાણે એક પર્વની ઉજવણી થતી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.

વર્ષો જુનું રામ મંદિરનું સ્વપ્ન સાકાર થયાનો આનંદ : કાર સેવક
બારડોલીમાંથી અયોધ્યા રામમંદિરના મુદ્દે 1992માં કાર સેવક તરીકે ગયેલા 11ના નામની યાદીનું બેનર મૂકી તેમનું અભિવાદન કરાયું હતું. વિશ્વ હિન્દુ પરિસદના પ્રખર કાર્યકર અને 1990 અને 1992માં અયોધ્યા કારસેવક તરીકે ગયેલા હરીશભાઈ સુરતીએ જણાવ્યું હતું કે, દેશવાસીઓનું વર્ષો પછી રામજન્મભૂમિ પૂજનનું સ્વપ્ન પૂર્ણ થયું છે. મારી ખૂબ અપેક્ષા હતી, મંદિર ક્યારે બનશે ? પરંતુ ઘણા સમય પછી સુખદ સમય આવ્યો છે. ખૂબ સારું કામ થયું છે. સુરત જિલ્લાના ભક્તોમાં રામમંદિરની પ્રબળ ભાવના હતી, જે સાકાર થઈ છે. ભવિષ્યમાં સુંદર મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. જેનો ખૂબ આનંદ હોવાનું જણાવ્યું હતું. 6 ડિસેમ્બર 1992 ના રોજ રામ જન્મ ભૂમિમાં કાર સેવામાં ગયેલા સ્વયમ સેવકોને આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિશદ દ્વારા તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા હઠીલા હનુમાન ખાતે વરિષ્ઠ હિન્દુ આગેવાન હરીશભાઇ સુરતી તેમજ અમૃતભાઇ પારેખને પ્રશસ્તિપત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું હતુ.

રામ મંદિરના ભૂમિ પુજનેને લઇ વ્યારાના દતકુપા વિસ્તાર તેમજ ગામ ખાતે આવેલ હનુમાનજી મંદિરના આંગણામાં સુંદર રંગોળી અને દિવા પ્રગટાવવામાં આવ્યા હતા .

અન્ય સમાચારો પણ છે...