ધાર્મિક:આજથી શ્રાવણની શરૂઆત, દેવદિવાળી સુધીના 108માંથી 70 દિવસ તહેવારો

કડોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભગવાન શિવની આરાધનાનો મહિનો એટલે શ્રાવણ માસ. આજથી શ્રાવણનો પ્રારંભ થાય છે. શ્રાવણની શરૂઆત થી જ તહેવારોની સિઝન શરૂ થઈ જતી હોય તેમ એક પછી એક તહેવાર આવતા જ રહે છે. આગામી 108 દિવસ એટલે કે 8મી નવેમ્બર 2022 (કાર્તિક પૂર્ણિમા) સુધી 70 દિવસ તહેવારો, અનુષ્ઠાન ઉપવાસની ઉજવણી થશે. આજથી શરૂ થતાં શ્રાવણ માસમાં આગલા દિવસથી 10 દિવસ માટે દશામા અનુષ્ઠાનશરૂ થઈ ગયા છે. દરમિયાન નાગપાંચમ, રાંધણછઠ, શીળાસાતમ, નોળિયા નોમ, પુત્રદા એકાદશી 11મી ઓગસ્ટના રોજ રક્ષા બંધન, 19મીએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, આજા એકાદશીના તહેવાર આવશે.

ત્યારબાદ શ્રાવણ પૂર્ણ થયા બાદ કેવડા ત્રીજ, 10 દિવસ ગણેશોત્સવ આ દરમિયાન ઋષી પાચમ, ધરો આઠમ, પરિવર્તન એકાદશી, અને અનંદ ચૌદશની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ 15 દિવસ પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી 25મી સપ્ટેમ્બર સુધી રહેશે. 10 દિવસ માટે 26 સપ્ટેમ્બરથી નવરાત્રી 5 ઓક્ટોરબર સુધી ચાલશે. શરદ પૂનમ, ચંદી પડવો અને કરવા ચોથની ઉજવણી થશે. 18 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર, 21 ઓક્ટોબરથી િદવાળીની શરૂઆત થશે. 31મી ઓક્ટોબરે જલારામ જયંતી, 4 નવેમ્બર દેવઉઠી અગિયારસથી 5 દિવસ દિવાળી 8 નવેમ્બરે દેવદિવાળી મનાવવામાં આવશે.

શ્રાવણ ભગવાન શિવનો પ્રિય મહિનો છે
શિવપુરાણની વિદ્યાેશ્વર સંહિતાના અધ્યાય 16માં ભગવાન શિવ કહે છે કે 12 માસમાંથી શ્રાવણ (સાવન) મહિનો મને સૌથી પ્રિય છે. આ મહિનામાં શ્રવણ નક્ષત્ર સાથે પૂર્ણિમા હોય છે. એટલા માટે આ મહિનો શ્રવણનો છે. શ્રાવણ માસમાં સૂર્ય મહત્તમ કર્ક રાશીમાં રહે છે. આ સમયે કરેલી શિવ પૂજાથી વિશેષ લાભ મળે છે. શિવ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. - હિરેનભાઈ જાની, યજ્ઞાચર્યજી

અન્ય સમાચારો પણ છે...