પુરસ્કાર:‘જે શાળામાં શિક્ષણ મેળવ્યું એ જ શાળામાં આચાર્ય બનવું એક જીવનભરનું સંભારણું’

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ આચાર્યના એવોર્ડથી સન્માનિત થનારા પુષ્પાબેન બારડે કહ્યું

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલી પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય પુષ્પાબેનને શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાનો શ્રેષ્ઠ આચાર્યને પુરસ્કાર મળનાર છે. 52 વર્ષીય પુષ્પાબેનની એક વિદ્યાર્થીથી આચાર્ય બનવા સુધીની રસપ્રદ અને પડકારજનક સફર કરી છે. કન્યા શાળામાં આવ્યા બાદ વર્ષ 2012મા રાજ્ય સરકાર તરફથી મળતા ગુણોત્સવ રેન્કમાં ‘D’ ગ્રેડ ધરાવતી આ શાળાને પુષ્પાબેનના અથાગ પ્રયત્નોથી ગ્રેડ ‘A+’ માં સ્થાન મળ્યું છે.

774 છોકરીઓ સાથે સંખ્યાની દ્રષ્ટિએ રાજ્યમાં બીજો અને જિલ્લામાં પ્રથમ ક્રમાંક ધરાવતી બારડોલીની પ્રાથમિક કન્યા શાળામાં આચાર્ય તરીકે એક દશક વટાવી ચુકેલા પુષ્પાબેને જોગાનુજોગ પોતાના ભણતરની શરૂઆત એટલે કે પ્રાથમિક શિક્ષણની શરૂઆત આ જ શાળામાંથી કરી હતી.

આ યાદ સંભારતા જ ભાવવિભોર થઈ પુષ્પાબેન જણાવે છે કે ‘પહેલેથી જ આ શાળા માટે કઈ કરવાની ઈચ્છા હતી.’B.ED પુરૂ કરી સૌ પ્રથમ B.A.B.S હાઇસ્કુલ બારડોલીથી શિક્ષક તરીકેનો સફર શરૂ કર્યો હતો અને અનેક શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવ્યા પછી વર્ષ 2011થી પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષક તરીકેની સફર શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...