તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપલો:તંત્રના નાક નીચે માંડવીના રામેશ્વર મંદિર નજીક બેરોકટોક રેતીખનન

માંડવી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકા મથકથી નજીકના જ અંતરે આવેલ વરેઠ ગામે તાપી નદીના કિનારે આવેલ પવિત્ર યાત્રાધામ રામેશ્વર મહાદેવ મંદિરની પડખે નદીમાં બહોળા પટ વિસ્તારમાથી છેલ્લા ઘણા સમયથી બેરોકટોક રેતી ખનનનો વેપલો બિન્દાસ્ત પણે રેતી માફિયાઓ કરી રહ્યા છે. તાપી નદીના પટ વિસ્તારમાં જાણે રેતીનો ઉદ્યોગ સ્થાપી દીધો હોવાનું જણાઈ રહ્યું છે. લાખો ટન રેતી અને ગ્રાવલનું બેરોકટોક ખનન થઈ રહ્યું છે.

ભૂસ્તર વિભાગ ઉપરાંત સ્થાનિક નેતાઓ જેમની પણ જવાબદારી છે, આવી ગેરકાયદે થતી પ્રવૃત્તિ જે પર્યાવરણને નુક્શાનકર્તા હોય અટકાવવા આગળ આવવાની, પરંતુ આ મુદ્દે ચુપકીદી પર્યાવરણ પ્રેમીઓને અકળાવી રહી છે. પવિત્રયાત્રાધામ આ વિસ્તારની મોટી ધરોહર છે. જેની જાળવણી કરવાની જવાબદારી અધિકારી તેમજ સ્થાનિક પદાધિકારીઓની બને છે. મોટુ રેતીખનનથી ભવિષ્યમાં આ ધરોહરને નુકશાન નહિ થાય, તે માટે અત્યારથી જાગવાની જરૂર છે. યાત્રાધામ નજીકનું રેતી ખનન અટકાવવા પર્યાવર્ણપ્રેમીઓ માંગણી કરી છે.

જળચર જીવો, જમીનની ફળદ્રુપતા અને સંગ્રહક્ષમતાને ફટકો
રેતીખનન માટે વપરાતી બોટમાં રેતી કાઢવા માટે જમીનના અલગ અલગ સ્તરને તોડી રેતી ઉલેચવામાં માટેની રચના હોય છે. જેનાથી નદીની ફળદ્રુપ જમીનને મોટા પાયે નુકશાન થાય છે. નદીની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં ઘટાડો જોવા મળે છે. જો આમ ચાલુ રહેશે તો નદીઓનો નાશ થશે અને પીવાલાયક પાણી માટે લોકોએ વલખાં મારવા પડશે.

જે અટકાવવા માટે રેતીખનનની પ્રક્રિયા રોકવું ખૂબ જ આવશ્યક છે. તાપી નદી અને આસપાસના વિસ્તારોમાં જોવા મળતી ભયગ્રસ્ત જાતિ જળબિલાડી પર રેતીખનનની ખૂબ જ ગંભીર અસર જોવા મળે છે. પરિણામે તેઓની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. રેતીખનનથી તે વિસ્તારમાં માછલીઓની સંખ્યામાં ઘટાડો થાય છે > ધ્રુવ ચૌધરી, પર્યાવરણ પ્રેમી

અન્ય સમાચારો પણ છે...