તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:બારડોલીની યુવતીને મહુવાના યુવકે ગર્ભવતી બનાવી તરછોડી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીની પોલીસમાં ઢુંઢેસા ગામના યુવક વિરુદ્ધ ફરિયાદ

બારડોલી તાલુકાની 22 વર્ષીય યુવતીને છેલ્લા 2 વર્ષથી મહુવાના ઢુંઢેસા ગામનો યુવકે પ્રેમસંબંધ રાખી લગ્નની લાલચ આપી યુવતી સાથે પાંચ વખત શરીર સંબંધ બાંધ્યો હતો. જેથી યુવતી ગર્ભવતી બની હતી, ત્યારબાદ યુવકે પત્ની તરીકે સ્વીકારવાની ના પાડતા યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ મહુવા તાલુકાના ઢુંઢેસા ગામે રહેતો કરણ રાજુભાઇ હળપતિએ 2 વર્ષ પહેલાં બારડોલીના ગામની એક 22 વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો.

ત્યાર બાદ યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી 5 વખત શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. યુવતીને 7 માસનો ગર્ભ રહી ગયેલ હોય, હવે પત્ની તરીકે સ્વીકારવાની અને રાખવાની ના પાડતા આખર યુવતીએ કરણ હળપતિ વિરુદ્ધ બારડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...