તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:‘જ્ઞાતિની વહુ આવી ગઈ છે, તારું કંઇ કામ નથી’ કહી પરિણીતાને તરછોડાઇ, બારડોલીની યુવતીના લગ્ન પલાસાણાના યુવક સાથે થયા હતા

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

બારડોલીમાં રહેતી અને મૂળ મહારાષ્ટ્રના જલગાવ રહેતી યુવતીના લગ્ન પલસાણાના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ યુવતીને ત્રાસ આપી સાસુ, સસરા અને દિયર સાથે મળી પતિએ બીજા લગ્ન કરી યુવતીને તરછોડી દેતા યુવતીએ પોલીસમાં ફરિયાદ આપી છે.

બારડોલી આલીશાન બિલ્ડીંગ કબ્રસ્તાન ચાર રસ્તા પાસે રહેતી સજેદા મજરખાનના લગ્ન પલસાણા રહેતા ઇમરાન અબ્દુલ રહીમ મુલતાની સાથે 2001મા થયા હતા. લગ્નના 3 માસ બાદ સંયુક્ત કુટુંબમાં સાસુ સસરા અને દિયર સાથે રહેતા હતા અને ત્યારથી જ સાસુ સસરા અને દિયર સજેદાને ત્રાસ આપતા હતા. તું બીજી જ્ઞાતિની છે અને કંઈ લાવી નથી. એમ કહી પતિને ચઢાવતા હતા. પછી પતિ પણ સજેદા સાથે વ્યવહાર સારો ન હતો, અને વારંવાર માર ઝૂડ કરતો હતો. અન્ય યુવતી સાથે સબંધ રાખતો હતો, જે બાબતે સાજેદા પતિને સમજાવતા સાજેદાને માર મારતો જે બાબતે સાસરિયા પણ પતિનો જ સાથ આપતા હતા. થોડા સમય બાદ પતિએ અન્ય યુવતી સાથે લગ્ન કરી, યુવતીને જણાવેલ કે તું અમારી જ્ઞાતિની નથી. અમારી જ્ઞાતિની વહુ આવી ગઈ છે. તારું કઇ કામ નથી એમ કહી તરછોડી દેતા સાજીદાએ પતિ, દિયર, સસરા , સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો