તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન નામંજૂર:બારડોલીના વ્યાજખોર પિતા અને પુત્રના જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યાં

બારડોલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધિરાણથી વધુ નાણાં લીધા બાદ પણ લેણદારને ધમકાવતા હતાં

બારડોલીના તેનમાં રહેતા યુવકે સોસાયટીમાં જ રહેતા પિતા પુત્ર પાસે વ્યાજે રૂપિયા લીધા હતા. જે રૂપિયા ચુકવી દીધા હોવા છતાં રૂપિયાની માંગણી સતત કરતા તેમના વિરુદ્ધ ફરિયાદ કરી હતી.જેની સુનાવણીમાં કોર્ટે બંનેના જમીન નામંજૂર કરેલ છે.

બારડોલીના તેન ખાતે રહેતા અને મિસ્ત્રી કામના વ્યવસાય સાથે સંકળાયેલા સુખારામ સુથારે પોતાની જ સોસાયટીમાં રહેતા બાબુલાલ મોહનદાસ શાહ પાસેથી નાણાં વ્યાજે લીધા બાદ વ્યાજખોર ઈસમના સકંજામાં ફસાયેલા સુખારામ સુથારે રૂપિયા 10 લાખના ધિરાણ સામે વધુ રૂપિયા ચૂકવવા છતાં વધુ ઉઘરાણી ચાલુ રહેતા છેવટે બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જેના પગલે પોલીસે વ્યાજખોર વેપારી બાબુલાલ શાહ તથા તેના પુત્ર ધર્મેશ શાહ રહે સનસીટી સોસાયટી તેન રોડ બારડોલીની અટકાયત કરી બારડોલી કોર્ટમાં રજૂ કરતા સરકારી વકીલ જે એન પરડીવાલાએ ધારદાર દલીલો રજુ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે અરજદાર લાયસન્સ વગર ધીરણનો ધંધો કરે છે. તેમજ તેમને જમીન આપવામાં આવે તો પુરાવા નાશ કરવાની શકયતા રહેલી છે. તેમજ રાજસ્થાનના વતની હોવાથી ભાગી જવાની શક્યતા રહેલી છે. જેવી દલીલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટના જજ સાહેબે ગ્રાહ્ય રાખી બારડોલી કોર્ટ પિતા પુત્રના જામીન નામંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...