પતા-પાનાનો માહોલ જામ્યો:બારડોલીના તેન ગામે જાહેરમાં જુગાર રમતા 10ને ઝડપી પાડ્યા, 1.35 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

બારડોલી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રીક્ષાઓ આડી ઊભી રાખી ગોળ કુંડાળામાં બેસી પાના પત્તાનો જુગાર રમાઈ રહ્યો હતો
 • ચાર જુગારીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા

બારડોલીમાં શ્રાવણ માસ પહેલા જ જુગારની પ્રવૃત્તિઓએ વેગ પકડ્યું છે. બારડોલી પોલીસે તેન ગામના નવા ફળિયા ખાતેથી દસ જુગારીઓને 1.35 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. રાત્રે પોલીસ જોઇને નાસી છુટેલા ચાર જુગરીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

સ્ટ્રીટલાઇટના અજવાળે રમી રહ્યાં હતા જુગાર
બારડોલીના પો. ઇન્સ્પે. એન.એમપ્રજાપતિને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે બારડોલી તાલુકાના તેન ગામે નવા ફળિયા ખાતે રેડ કરી. સ્ટ્રીટલાઇટના અજવાળામાં ખુલ્લામાં મીણીયુ કાપડ બાંધી કોઈ જોઈ નહીં તેવી રીતે રીક્ષાઓ આડી ઊભી રાખી ગોળ કુંડાળામાં બેસી પાના પત્તાનો જુગાર રમાઈ રહ્યો છે. જે આધારે પોલીસે રેડ કરી જુગાર રમતા 10 વ્યક્તિઓને બે રીક્ષાઓ અને સાત મોબાઇલ જપ્ત કરી કુલ રૂ 1.35 લાખના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન પોલીસને જોઈને નાસી છૂટેલા અન્ય ચાર જુગારીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.

ઝડપાયેલા જુગારીઓ

 • પરેશ ધીરુભાઈ રાઠોડ
 • કાદિર અસલમ શેખ
 • નટવર ધનજી ઢીમર
 • ભિખા રમણ ચૌધરી
 • ઐયાસ સહિદ કુરેશી
 • છોટુ શેખ
 • નિલેશ ઢીમર
 • દિલીપ નાયકા
 • હરીશ ચૌધરી
 • સોમા પટેલ

વોન્ટેડ આરોપીઓ

 • રણછોડ સુખા
 • મહેશ કલરવાળા
 • પપ્પુ ભાઈ
 • કનુ ગામીત
અન્ય સમાચારો પણ છે...