દશામાંના વ્રતનું સમાપન:બારડોલીના રામજી મંદિર મીંઢોળા નદીના ઓવારા ખાતે દશામાંની 500થી વધુ પ્રતિમા વિસર્જિત કરાઈ; 12 વાગ્યા પછી લાગી ભક્તોની ભારે ભીડ

બારડોલી2 મહિનો પહેલા

આષાઢની અમાસના દિવસે કરવામાં આવતામાં દશામાનાં સ્થાપનનાં 10મા દિવસે માતાજીનું ધામધૂમથી વહેતા પાણીમાં વિસર્જન કરવામાં આવતું હોય છે. ત્યારે બારડોલીના રામજી મંદિર મીંઢોળા નદીના ઓવારા ખાતેથી 500થી વધુ દશામાંની પ્રતિમાઓનું નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

10 દિવસ મહિલાઓ કરે છે દશામાંના વ્રત
દુખિયારા ભક્તોની દુર્દશા દૂર કરી દશા બદલનાર એવામાં દશામાં પર લોકોને ખૂબ આસ્થા અને શ્રદ્ધા છે. પવિત્ર શ્રાવણ માસના આગલે દિવસે એટલે કે આષાઢ અમાસના દિવસે દશામાંની પ્રતિમાનું ઘરે ઘર અને મહોલ્લાઓમાં સ્થાપન કરવામાં આવે છે. આ તહેવારને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ ધામધૂમથી ઉજવવમાં આવે છે. માં દશામાનું સ્થાપન કરી 10 દિવસ સુધી ઉપવાસ રાખી માતાજી આરાધના, પૂજા અર્ચના કરી ગરબાનાં તાલે જુમી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

વહેલી સવાર સુધી 500 મૂર્તિઓ વિસર્જીત કરાઈ
10 દિવસ પૂર્ણ થયા બાદ રાત્રે 12 વાગ્યા પછી વહેતા પાણીમાં માતાજીની પ્રતિમાને વિસર્જિત કરવામાં આવે છે. ત્યારે મોડીરાત્રે 12 વાગ્યાથી બારડોલીના રામજી મંદિર ઓવરા ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને વહેલી સવારે 5 વાગ્યા સુધીમાં લગભગ 500 થી વધુ માતાજીની પ્રતિમાઓનું વિસર્જન મીંઢોળા નદીમાં કરવામાં આવ્યું હતું. નગર અને તાલુકાની વાત કરીએ તો નાની મોટી 1200 થી વધુ માતાજીની પ્રતિમાઓનું સ્થાપન કરાયું હતું. જે તમામ પ્રતિમાઓને વિસર્જન કરાયું હતું. ખાસ કરીને રામજી મંદિર ઓવરા સુધીનાં માર્ગ પર લાઈટની સુવિધા, નદીમાં માતાજીની પ્રતિમા વિસર્જિત કરવા માટે તરાપ તેમજ તરવૈયાઓ નગર પાલિકા દ્વારા મુકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...