તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા પરમો ધર્મ:બારડોલીના તબીબ 12 વર્ષથી મેડિકલ પ્રેક્ટિસ છોડીને બન્યા ગંભીર બીમારી ધરાવતા ગરીબોના સંકટમોચન

બારડોલી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તબીબે 200થી વધુ લોકોના મા કાર્ડ કઢાવી ગંભીર બીમારીના ઓપરેશન કરાવ્યા

બારડોલીના તેનમાં રહેતા અને DHMS ડીગ્રી ધરાવતા ડૉ. કૌશલ પટેલ હોસ્પિટલમાં 12 વર્ષ નોકરી કરી હતી. બાદમાં અચાનક ડોક્ટરની પ્રેક્ટિસ છોડી હતી, અને લોકોની મદદ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા 6 વર્ષથી ખાસ કરીને ગરીબો માટે ખર્ચાળ ગણાતી ગંભીર બીમારી કેન્સર, કિડની, હૃદયરોગની સારવાર માટે અમૃત સાબિત થઈ રહેલા માં કાર્ડ યોજનાની સુવિધા માટે લાભાર્થીને સાથે રહી નિઃસ્વાર્થભાવે યોજનાનો લાભ અપાવી સેવાધર્મ બજાવી રહ્યા છે. ગરીબ અને અભણ મોંઘી મેડિકલ સારવાર લેવામાં અસમર્થ સાબિત થતા હોય, માં કાર્ડથી આવા પરિવાર માટે આશીર્વાદરૂપ બને છે, જેથી ડોકટર આવા ગરીબ લાભાર્થીની જાણ થતાં જ સાથે રાખી ફોર્મ ભરવાથી માંડી તમામ કાર્ડની કામગીરી કચેરીએ હાજર રહી કરાવે છે. અત્યાર સુધી 200 જેટલા લાભાર્થીઓને નિસ્વાર્થ ભાવે મા કાર્ડ કઢાવી આપ્યા છે.

પરસેવા નિજાનંદ બની તો જીવન સમર્પિત થયું
તેઓ 2010માં સુરતની હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા ત્યારે ગરીબ આદિવાસી પરિવારની દીકરીનું પગનું હાડકું તૂટી ગયું હતું. ગરીબ પરિવાર માટે મોટો ખર્ચ ઉપાડવામાં અસમર્થ હતા. તે સમયે ડોક્ટરે પ્રથમ વખત મુખ્યમંત્રી રાહતફંડમાં મદદ માટે માંગણી કરી હતી અને 30 હજાર રૂપિયા મજૂર થયા હતા. ત્યારબાદ પોતાનું જીવન સેવાને સમર્પિત કરી દીધું હતું.

એજ ધ્યેય કે, કોઇ ગરીબ સારવારથી વંચિત ન રહે
ગરીબ પરિવારો ગંભીર ગણાતી કેન્સર, હૃદયરોગ, કિડનીની બીમારીમાં મોંઘી સારવાર કરાવી શકતા નથી. જેથી આવા લાભાર્થીની જાણ થતાં જ તેમની સાથે રૂબરૂ કચેરીઓમાં જઈ જરૂરી કાગળો તૈયાર કરાવી માકાર્ડ કઢાવી આપવાનો મને ખુબ આનંદ મળે છે.> ડૉ. કૌશલ પટેલ, તેન બારડોલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો