બારડોલી તાલુકાના કેટલાક અંતરિયાળ રસ્તાઓના કામ ડિસેમ્બરમાં શરૂ થયા હતાં જે અત્યાર સૂધી પૂર્ણ થયા નથી. જેના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની શરૂઆત થવાના થોડો દિવસો બાકી છે. જ્યાં સુધીમાં કામ પૂર્ણ ન થાય તો ગ્રામજનો અને ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેથી સંબંધિત તંત્ર વહેલી તકે કામગીરી પૂર્ણ કરાવે એવી માગ ઉઠી છે.
ચોમાસાની દસ્તક ભારતમાં થઈ ગઈ છે. હવે આવનારા થોડા દિવસોમાં વરસાદની એન્ટ્રી સુરત જિલ્લામાં થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે બારડોલી તાલુકાના ગામોના અને ખેતરાડી વિસ્તારના 15થી વધુ રસ્તાઓના કામો ડિસેમ્બરમાં શરૂ થઈ ગયા હતાં. રસ્તાઓ ખોદી મેટલ વર્ક થઈ ગયું છે. પરંતુ ડામરનું કામ બાકી છે. તો કેટલાક રસ્તાનું મેટલ કામ બાકી છે.
આવા રસ્તાઓ જો ચોમાસું સુધી પૂર્ણ થશે તો ખેડૂતો અને ગ્રામજનોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. અધૂરા રસ્તાને કારણે ચોમાસામાં અવર જવર થવા લાયક પણ રહેશે નહીં. જે અંગે માર્ગ મકાન વિભાગના અધિકારી પ્રશાંતભાઈના જણાવ્યા અનુસાર પહેલા ડામરનો ઈશ્યુ હતો જેના કારણે રસ્તા પર ડામર વર્ક થઈ શક્યુ ન હતું.
જેનો ઉકેલ આવતાં કામ શરૂ થયા હતાં ત્યારે હાલ ક્વોરી સંચાલકોએ હડતાલ પર ઉતર્યા છે. જેથી રો મટિરિયલની સપ્લાય બંધ થઈ ગઈ છે. કોન્ટ્રાક્ટર પાસે મિટિરલ સ્ટોકમાં ન હોવાથી કામ બંધ છે. હવે ક્વોરી સંચાલકો દ્વારા હડતાલ પૂર્ણ કરે તેના પર આધાર છે. ચોમાસા પહેલા રસ્તાના કામો પૂર્ણ કરવા કઠીન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.